વિદ્યાર્થીના પિતાએ શિક્ષિકા સાથે દુષ્કર્મ કરીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી, પોલીસે દબોચી લીધો

મિહિર સોની, અમદાવાદ: ખોખરામા શિક્ષિકા સાથે દુષ્કર્મ થયું હતું. વિદ્યાર્થીના પિતાએ દુષ્કર્મ કરીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયા 30 લાખ પડાવ્યા હતા. શિક્ષિકાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
વોરંટથી ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી
ખોખરા પોલીસ સ્ટેશનમા ખાનગી સ્કુલની શિક્ષિકાએ અશોક નિશાધ વિરૂધ્ધ બળાત્કાર અને બ્લેકમેઈલ કરીને પૈસા પડાવવાની ફરિયાદ નોંધાવી છે. 2020મા આરોપીએ દિકરાના એજયુકેશનના બહાને શિક્ષિકા સાથે મિત્રતા કરીને દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યાર બાદ અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સોનાના દાગીના અને રોકડ રૂપિયા પડાવ્યા હતા. જે મામલે ખોખરા પોલીસે ગુનો નોંધીને આરોપી અશોક નિશાધની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ભુજનું સ્મૃતિવન વૈશ્વિક સ્તરે ઝળહળ્યું, વિશ્વના ટોપ 3 સંગ્રહાલયમાં સ્મૃતિવનનો સમાવેશ
વીડિયો અને ફોટો વાયરલ કરવાની ધમકી
કોરોના સમયમાં 2020ના સ્કુલોમા રજા હોવાથી શિક્ષકાએ વોટસએપ ગૃપ શરૂ કર્યુ હતુ.. જેમા વિધાર્થીઓના વાલીઓને એડ કર્યા હતા. આરોપી અશોકનો પુત્ર પણ ખાનગી સ્કુલમા અભ્યાસ કરતો હતો. શિક્ષિકા સાથે અશોકએ દિકરાના એજયુકેશનને લઈને વાતચીત શરૂ કરી અને મિત્રતા કરી. ત્યાર બાદ પ્રેમ સંબંધ બાંધ્યો. અશોકે શિક્ષિકાના ઘરે જઈને દુષકર્મ આચર્યુ હતું .ત્યાર બાદ તેના અશ્લીલ વીડિયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને અવાર નવાર શોષણ કરતો હતો. મહિલાના સોનાના દાગીના તેમજ રોકડ પડાવી હતી.. ઓનલાઈન પણ પૈસા માંગતો હતો.. આ શિક્ષિકાએ અત્યાર સુધીમા 30 લાખથી વધુ રૂપિયા આપ્યા હોવાના આક્ષેપ ફરિયાદમા કર્યા છે. મહિલાનો પતિ દિલ્હી પોલીસમા ફરજ બજાવે છે. ખોખરા પોલીસે આરોપીની ધરપકડ કરીને સોનાના દાગીના અને રોકડ રૂપિયાનુ શું કર્યુ તેમજ ફરિયાદમા થયેલા આક્ષેપોને લઈને પુછપરછ શરૂ કરી છે. ખોખરા પોલીસે દુષ્કર્મ અને બ્લેકમેઈલ કેસમા આરોપીની ટ્રાન્સફર વોરંટથી કસ્ટડી મેળવી છે. આરોપી વિરૂધ્ધ એક મહિલાએ વિવેદાનંદ નગર પોલીસ સ્ટેશનમા એટ્રોસીટીની ફરિયાદ કરી હતી. તે જેલમા સજા ભોગવી રહયો હતો. ત્યારે વધુ એક ફરિયાદ નોંધાતા ખોખરા પોલીસે આરોપીના ગુનાહિત ઈતિહાસની તપાસ શરૂ કરી છે.