November 5, 2024

સરકારી યોજનાઓને લઈને ગરીબ કલ્યાણ મેળામાં મનસુખ વસાવાનું સૂચક નિવેદન

પ્રવીણ પટવારી, નર્મદા: નોંધારાનો આધાર બનેલી ગુજરાત સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ હાથો હાથ પહોંચાડવા માટે નર્મદા જિલ્લામાં આજે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા હતા.

સાંસદ મનસુખ વસાવા દ્વારા આ કાર્યક્રમમાં સરકારી યોજનાઓ વિશે બોલતા કહ્યું કે જે સરકારી આવાસો જે લોકોને મળ્યા નથી અને સરકારી બાબુઓ માત્ર પેપર પર આવાસો બનાવી દીધા છે, સાથે જ જે ગરીબો માટે સાધન સહાય અપાવામાં આવે છે. જેમાં પણ વચેટિયાઓ હોય છે જે ગરીબોને ખબર ન હોય કે જેની કિંમત કેટલી થાય અને વચેટિયાઓ ગરીબોને ઓછી રકમ આપી સાધન સામગ્રી લઈ લેતા હોય છે.

સાથે જે દૂધ મંડળી ઓ પર પણ પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકાર ગાય અને ભેંસો માટે જે સહાય કરે છે જે પણ મંડળીઓ વાસ્તવિક રીતે ન ચાલતા હોવાનું પણ જણાવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળામાં મળતી સહાયને લોકો પણ ભંગારીને ત્યાં વેચી દેતાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે અને તે બાબતે હવે સરકાર પારદર્શક વહીવટ અમારી સરકાર માને છે અને સાંસદે લોકોને પણ અપીલ કરી છે કે તમને જે સરકારી સહાય મળે છે જેને તમે ઉપયોગમાં લો. આજે કેટલાય રાજ્યમાં પણ કિસ્સા સામે આવ્યા છે કે ગરીબ કલ્યાણ મેળાની સાઈકલો જે ગરીબો સુધી નથી પહોંચતી તે સાઈકલો કા તો ધૂળ ખાય છે કા તો ભંગારીને વેચી દેવામાં આવી છે. પરંતુ હવે સરકાર પણ ધ્યાન આપી રહી છે.