બરસાનાના લાડલી મંદિરમાં નાસભાગ મચી, ડઝનબંધ ભક્તો થયા બેભાન
Laddu Holi Mathura: મથુરાના બરસાનાના લાડલી મંદિરમાં રવિવારે બપોરે ભાગદોડ મચી હતી, જેમાં ડઝનેક શ્રદ્ધાળુઓ બેભાન થઇ ગયા હતા. તમામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. માહિતી અનુસાર રવિવારે લાડલી મંદિરમાં લાડુની હોળીનું આયોજન હતું. મંદિરમાં લગભગ બપોરે 1.15 વાગ્યે લાડલી જી મંદિરમાં રાજભોગના દર્શન દરમિયાન ભક્તોની ભારે ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન નાસભાગને કારણે એક ડઝન જેટલા શ્રદ્ધાળુઓ બેભાન થઈ ગયા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. કેટલાક લોકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ ફોર્સ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.
#WATCH | Mathura: Renowned Laddu Holi was celebrated in Barsana as a part of the elaborated Holi festival celebrations pic.twitter.com/KB1gH3BPz0
— ANI (@ANI) March 17, 2024
બાંકે બિહારી મંદિરમાં પણ ભક્તોની ભીડ
શનિવારે મોટી સંખ્યામાં ભક્તો બાંકે બિહારી મંદિર પહોંચ્યા હતા. વિદ્યાપીઠ ચોકથી મંદિર સુધી ભક્તોની ભીડ હતી. વીકએન્ડ હોવાથી ભીડને કાબૂમાં રાખવાની વ્યવસ્થા નિષ્ફળ ગઈ હોય તેવું જણાયું હતું. દર્શન માટે સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. શ્રદ્ધાળુઓએ ધક્કા-મુક્કી વચ્ચે આરાધ્યાના દર્શન કર્યાં હતા. ટોળાના દબાણમાં બાળકો અને મહિલાઓએ ચીસો પાડી હતી. દિલ્હી NCR સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી ભક્તો પંચકોશી પરિક્રમા કરવા પહોંચ્યા હતા, જેના કારણે વિદ્યાપીઠ ચોકથી બાંકે બિહારી મંદિર સુધી ભક્તોની લાંબી કતારો લાગી હતી. દર્શનાર્થીઓ દાઉજી તિરાહાથી મંદિરના પ્રવેશદ્વાર સુધી મંદિરે પહોંચવા રાહ જોતા જોવા મળ્યા હતા. ભીડને કાબૂમાં લેવા માટે વિવિધ સ્થળોએ તૈનાત પોલીસકર્મીઓ લાચાર દેખાયા હતા. મંદિરના દરવાજા ખુલતાની સાથે જ ભક્તો હર્ષોલ્લાસ સાથે અંદર પ્રવેશ્યા હતા.