December 24, 2024

કોલકાતાના BJP કાર્યાલયમાં બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુના કારણે હડકંપ, પોલીસ ઘટના સ્થળે

Bomb Like Object In BJP Office: રવિવારે (16 જૂન) પશ્ચિમ બંગાળના કોલકાતામાં બીજેપી કાર્યાલયની બહાર બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. આ અંગેની માહિતી મળતા જ બંગાળ પોલીસની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ ભાજપ કાર્યાલયની બહાર શંકાસ્પદ વસ્તુ મળી આવતા ડોગ સ્કવોડ, પોલીસ ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. હાલમાં ઓફિસની અંદર અને બહાર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ભાજપની ફેક્ટ ફાઇન્ડીંગ ટીમ આજે તપાસ માટે આવી પહોંચી હતી.
દરમિયાન પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી 2024 બાદ થયેલી હિંસાની તપાસ કરવા માટે બીજેપીની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી રવિવારે કોલકાતા પહોંચી હતી. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં બીજેપી નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે મારે માત્ર એક જ વાત કરવી છે. જ્યારે આખા દેશમાં ચૂંટણી થાય છે ત્યારે ચૂંટણી પછી માત્ર બંગાળમાં જ હિંસા કેમ થાય છે? ગ્રામ પંચાયતની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ હિંસા થઈ હતી.

મમતા બેનર્જીએ હિંસા પર જવાબ આપવો જોઈએ: રવિશંકર પ્રસાદ
તેમણે કહ્યું કે આજે ફરી હિંસા થઈ રહી છે. આખા દેશમાં ચૂંટણીઓ યોજાઈ અને ક્યાંય આવી હિંસા થઈ નથી. પ્રસાદે કહ્યું કે શું કારણ છે કે અમારા કાર્યકર્તાઓ ડરી ગયા છે, જનતા ડરી ગઈ છે, આ ખૂબ જ ગંભીર મામલો છે અને જો મમતા બેનર્જી લોકશાહીમાં વિશ્વાસ રાખે છે તો તેમણે તેનો જવાબ આપવો પડશે.

આ દરમિયાન બીજેપી આઈટી સેલના ચીફ અમિત માલવિયાએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, કોલકાતાના મધ્યમાં બીજેપીની 6, મુરલીધર લેન ઓફિસની બહાર એક ક્રૂડ બોમ્બ મળી આવ્યો હતો. જ્યારે ચૂંટણી પછીની હિંસાની તપાસ માટે હાઈપ્રોફાઈલ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના આગમન પહેલા જ જેમાં પૂર્વ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, યુપીના ડીજીપી અને અન્ય ઘણા લોકો સામેલ હતા. માલવિયાએ કહ્યું કે પશ્ચિમ બંગાળના ગૃહમંત્રી તરીકે મમતા બેનર્જી આ ક્ષતિ માટે સીધી રીતે જવાબદાર છે.