December 23, 2024

કાનપુરના મુસ્લિમ બહુલ વિસ્તારમાં ખુલ્યું શિવ મંદિર, તૂટેલી મૂર્તિઓ મળી

Pramila Pandey: કાનપુરના મેયર અને ભાજપના નેતા પ્રમિલા પાંડે એક્શનમાં જોવા મળ્યા છે. કાનપુરના મુસ્લિમ વિસ્તારમાં શિવ મંદિર ખોલ્યું છે. મુસ્લિમ વિસ્તારમાં બે બંધ મંદિરો ખોલ્યા હતા. રમખાણો બાદ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં મંદિરો પર કબજો જમાવવામાં આવ્યો હતો. એક મંદિર ખોલવામાં આવ્યું ત્યારે શિવલિંગ ગાયબ હતું. બીજી જગ્યાએ કારખાનું ચાલતું હતું. મંદિરમાં મૂર્તિઓ તૂટેલી જોવા મળી હતી.

આ પણ વાંચો: વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાયા દાખલ

ઘણા મંદિરો પર કબજો
મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે મંદિરની અંદર અને બહારની સફાઈ કરવા સૂચના આપવામાં આવી હતી. મેયરે કહ્યું કે રમખાણ સમયે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ઘણા મંદિરો પર કબજો જમાવવામાં આવ્યો હતો. આજે 2 મંદિરો ખોલવામાં આવ્યા છે. જેમાં એક મંદિરમાં એક નાનું કારખાનું ચાલતું હતું તો બીજા મંદિરમાં શિવલિંગ જ ગાયબ હતું. મેયરે કહ્યું કે કોઈ પણ ધર્મનું અપમાન ન કરવું જોઈએ. મંદિરોનું સફાઈ અભિયાન ચાલુ રહેશે.