January 22, 2025

સુપ્રસિદ્ધ પ્રાચી તીર્થ ખાતે શ્રાવણના છેલ્લા દિવસોમાં શ્રદ્ધાળુઓનો ધસારો

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: ‘સો વાર કાશી, એક વાર પ્રાચી, એવી માન્યતા ધરાવતા પ્રાચી તીર્થમાં હાલ શ્રાવણ માસના છેલ્લા દિવસ અને છેલ્લા સોમવાર નિમિત્તે જગ વિખ્યાત પ્રાચી તીર્થ મોક્ષ પીપળાને પાણી રેડવા તેમજ પિતૃતર્પણ માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રા ધામ પ્રાચી ખાતે આવેલા અતિપ્રાચીન મોક્ષ પીપળો છે.

કહેવાય છે કે પ્રાચીના પીપળે ભગવાન શ્રીકૃષ્ણ ભગવાને યાદવોને મોક્ષ અહીં આપ્યો હતો અને મહાભારતના યુદ્ધ બાદ પાંચ પાંડવો અને માતા કુંતીએ તમામ કૌરવો માટે અહીંયા મોક્ષ પીપળે પાણી ચડાવ્યું હતું. પ્રાચી તીર્થમાંથી પસાર થતી પૂર્વ વાહીની સરસ્વતિ નદી કિનારે બિરાજમાન મધવરાયજીનું પ્રાચીન મંદિર છે. તેમજ પવિત્ર સરસ્વતી ઘાટ પણ આવેલો છે.

પ્રાચી તીર્થ ખાતે શ્રદ્ધાળુઓ સ્નાન કરી મોક્ષ પીપળે પાણી ચડાવી વિધિવત પૂજા અર્ચના કરી દાન દક્ષિણા આપી માધવરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પ્રાચી તીર્થમાં પિતૃ માસમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડતાં હોય છે. તેમ પણ, શ્રાવણ માસના છેલ્લા દિવસે તેમજ ભાદરવી અમાસના દિવસે પીપળે પાણી ચડાવીને પોતાના પિતૃના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.

અહીંયા પ્રાચી તીર્થના બ્રાહ્મણો દ્વારા વિધિવત પિતૃ કાર્ય કરવામાં આવે છે. શ્રાવણ માસના છેલ્લા દિવસો એટલે કે તેરસ, ચૌદસ અને અમાસના દિવસે પાણી ચડાવવાનું ખાસ માહાત્મ્ય હોવાથી પ્રાચી તીર્થમાં આવેલ મોક્ષ પીપળે ભારેમાત્રમાં યાત્રિકોનો ઘસારો જોવા મળે છે. જેમાં સોમનાથના દર્શન કરીને યાત્રિકો પ્રાચી આવતા હોય છે. આજ, મધરાત્રિથી જ બે વાગ્યાના આસપાસથી લઈ અને પાણીડા માટે યાત્રિકોની ભીડ જોવા મળી હતી. ખાસ કરીને આજરોજ 60 થી 70 હજાર જેટલા યાત્રિકોયા ભાદરવી અમાસના દિવસે પાણી રેડી પોતાના પિતૃ માટે પ્રાર્થના કરી હતી.