December 23, 2024

રાજ્યમાં આવતીકાલે મતદાન જાગૃતિ માટે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાશે

મલ્હાર વોરા, ગાંધીનગર: આગામી 7 મેના રોજ ગુજરાત રાજ્યમાં 25 બેઠકો સહિત 5 વિધાનસભા પેટા બેઠકો પર મતદાન થશે, ત્યારે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા 5 મે ના રોજ ‘રન ફોર વોટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ રન ફોર વોટનાં કારણે લોકોને મતદાન માટે જાગૃત કરવામાં આવશે.

આ પણ વાંચો: સહકારથી સમૃદ્ધિ અંતર્ગત અમરેલીના ઇશ્વરીયા ખાતે ‘સહકાર સંમેલન’ યોજાયું

રાજ્યમાં 7 મેના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા ‘Run for Vote’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મતદાર જાગૃતિના બેનર્સ સાથે લોકોને અચૂક મતદાન કરવા માટેનો સંદેશો આપવામાં આવશે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી ગાંધીનગરના ઉદ્યોગ ભવનથી મહાત્મા મંદિર સુધી યોજાનારી Runમાં ભાગ લેશે. તેમણે તમામ મતદારોને પોત પોતાના જિલ્લામાં આયોજીત ‘Run for Vote’માં ભાગ લઈ મતદાન જાગૃતિ અભિયાનમાં સહયોગી બનવા આમંત્રણ પાઠવ્યું હતું.

આ પણ વાંચો: જૂના પ્રેમીએ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુવકની કરી હત્યા

નોંધનીય છે કે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી દ્વારા સવારે 6 વાગ્યે Run for Vote દોડને લીલી ઝંડી બતાવીને સમગ્ર રાજ્યમાં આ પ્રકારનુ આયોજન થશે. ‘રન ફોર વોટ’ના માધ્યમથી બધા જ લોકોને વોટ કરવા માટે પ્રેરિત કરશે. ‘રન ફોર વોટ’માં ચૂંટણી પંચ સહિત અન્ય સરકારી વિભાગના કર્મચારીઓ આ કાર્યકમમાં જોડાઈ અને અન્ય યુવાનો સહિત મતદારોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવશે .