છોટાઉદેપુર કવાંટના રૂમડીયા ગામે ગોળ ફેરિયાનો મેળો ભરાયો
નયનેશ તડવી, છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડિયા ગામે 200 વર્ષ જૂનો ગોળ જેવા યંત્રમાં જીવ જોખમમાં મુકી ખેલ ખેલતા આદિવાસીઓની આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. દર વર્ષે હોળીના ત્રીજા દિવસે આ જોખમી સ્ટંટ વારો આસ્થા સાથે જોડાયેલો મેળો છે. રૂમડિયા ગામે આજે હોળીનો મેળો યોજાયો જેને ‘ગોળફર્યુ’ કહેવાય છે. આ મેળા માં એક આસ્થા ની સાથે પોતાના જીવ ના જોખમે અદભૂત,અલૌકીક, ભીષણ અને આશ્ચર્ય જનક અને જીવ તાળવે ચોટાડી દે તેવી વર્ષો જૂની પરંપરાને આજે પણ રૂમડિયા ગામના આદિવાસીઓ નિભાવી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડિયા ગામે 200 વર્ષ જૂનો ગોળ જેવા યંત્રમાં જીવ જોખમમાં મુકી ખેલ ખેલતા આદિવાસીઓની આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે.દર વર્ષે હોળીના ત્રીજા દિવસે આ જોખમી સ્ટંટ વારો આસ્થા સાથે જોડાયેલો મેળો છે.આ જોખમી સ્ટંટ ગામના પુંજારીયો દ્વારા કરવામાં આવે છે. કવાંટ નજીક ભરાતો આ મેળો આદિવાસી સમુદાય માટે આકર્ષક મેળો છે. આ મેળાનો નજારો નિહાળવા માટે યુવાન યુવતીઓ અને વડીલો મોટી સંખ્યામાં એકત્રિત થાય છે. આ નજારો વિશ્વમાં માત્ર બે જગ્યા પર જોવા મળે છે એક સ્પેન દેશમાં અને બીજો ભારતમાં છોટાઉદેપુર જિલ્લાના રૂમદીયા ગામે જોવા મળે છે. આ મેળાને જોવા માટે દેશ વિદેશના લોકો મેળો જોવા માટે આવે છે.
કવાંટ તાલુકાના રૂમદીયા ગામમાં આદિવાસીઓની એક અનોખો ગોળ ફેરીયાનો મેળો યોજાઇ છે. આ પરંપરા રાજા રજવાડાનાં સમયથી પ્રચલિત છે. રૂમડિયા ગામની મધ્યમાં વર્ષો જૂના એક ઝાડના થડનો સ્થંભ છે. જેના ઉપર એક આડા લાકડાને બાંધવામાં આવે છે. એક છેડે દોરડું બાંધી તેના પર રાઠવા આદિવાસી સમાજના ડામરીયા ગોત્રના લોકો દોરડાને પકડીને લટકે છે. જ્યારે બામણીયા ગોત્રના છ થી આઠ લોકો ધક્કો મારીને ગોળ ગોળ ફેરવે છે. જેમાં એક વખત એક દિશામાં તો બીજી વખત વિરૂદ્ધ દિશામાં ફેરવવામાં આવે છે. તેથી આ મેળાને ગોળ ફેરિયાના મેળા તરીકે ઓળખવામાં આવે છે.
200 વર્ષ કરતા વધુ સમયથી આ મેળો યોજવામાં આવે છે. આ મેળા પાછળ લોકોની માન્યતા રહી છે કે પોતાના ઈષ્ટ દેવને રીઝવવા તેમજ જે લોકો ગોળ ફેરિયું ફેરવાની બાધા રાખી હોય અને ઈચ્છા પૂર્ણ થઈ હોય તે લોકો આભાર વ્યક્ત કરી ગોળ ફેરિયાની બાધા કરવા આવતા હોય છે. ગામ લોકોની માન્યતા છે કે દર વર્ષે હોળીના ત્રીજા દિવસે લોકો હોળીના સળગતા અંગારા ઉપર ચાલીને બાધામાંથી મુક્તિ મેળવે છે. બીજી બાજુ ડામરિયા ગોત્રના પુરુષ ગોળ ફેરિયા પર લટકીને બાધા માંથી મુક્તિ મેળવે છે.
ગામની આજુબાજુના લોકો પરંપરાગત ઢોલ વાંસળીના તાલ સાથે ગોળ ફેરીયાની ફરતે નાચગાન કરે છે. ગામ લોકો સાથે વાત કરતા લોકો જણાવી રહ્યા છે કે એક વર્ષ સંજોગાવસાત ગોળ ફેરીયું નહીં કરતા ગામમા ગંભીર પ્રકારનો રોગચાળો ફાટી નીકળ્યો હતો, જેથી હવે દર વર્ષે ગોળ ફરિયાની પરંપરા નિયમિત રીતે યોજવામાં આવે છે. આ ગોળ ફેરિયા મેળામાં કોઈ પડી જાય તો પણ એને કશું થતું નથી તેવી આસ્થા સાથે આ મેળો 200 વર્ષ કરતા વધુ સમયથી યોજવામાં આવે છે.
આદિવાસીઓની કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો તેઓ માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ કરવા આ ગોળફર્યુ પ્રક્રિયા કરવામાં આવે છે. લોકોનું માનીએ તો જો આ પ્રક્રિયા ન કરે તો ગામમાં કોઈ બીમારી, આફત કે દુષ્કાળ આવે છે એટલે આમતો અહીં ગામ સિવાય આસપાસ લોકો મોટી સંખ્યા માં ઢોલ નગારા સાથે ઉમટી પડ્યા હતા. આદિવાસી સમાજ દિવાળી કરતા પણ મોટો તહેવાર હોળીના તહેવારને માનવા મા આવે છે. દેશના કોઈ પણ ખૂણામા ગયેલ આદિવાસી હોળીના સમયે તે અચૂક પોતાના માદરે વતન આવી જાય છે.
હોળી બાદ છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમા ચુલનો મેળો, ગેરનો મેળો, ગોળ ફળીયાના મેળા નું આયોજન કરવામાં આવે છે. અવાજ એક ગોળ ફળીયાના મેળાનું કવાંટ તાલુકાના રૂમડિયા ગામે મેળો યોજાયો છે. વર્ષોથી ચાલતી આ પરંપરામા કોઈ અકસ્માત થયો હોય તેવો એકેય બનાવ બન્યો ન હોવાનું આદિવાસીઓનું કહેવું છે. જો આ પરંપરા તૂટે તો ગામમા આફતો આવે તેવી આદિવાસી સમાજની એક માન્યતા છે. આદિવાસી યુવતીઓપોતાની સંસ્કુતિ પ્રમાણે એકજ કલરના કપડાં તેમજ ચાંદીના ધરેણા પહેરીને જોવા માંડ્યા આદિવાસી લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા.