અમરેલી ગિરિયા રોડ પર પ્લેન ક્રેસ, અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

Amreli: છેલ્લા ઘણાં દિવસથી સતત પ્લને ક્રેશની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલ ફરી એકવાર અમરેલી ગિરિયા રોડ પર પ્લેન ક્રેસની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. હાલમાં પોલીસનો કાફલો અને ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
મળતી માહિતી અનુસાર અમરેલીમાં પ્લેન ક્રેશની ઘટના સામે આવતા જ તંત્રમાં દોડધામ મચી છે. માહિતી પ્રમાણે, પ્લેન ક્રેશ અમરેલીના ગિરિયા રૉડ પર થયુ છે અને એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે. અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહીંયાએ માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લાના ગિરિયા રૉડ પર ખાનગી કંપનીનું એક વિમાન ક્રેશ થયુ છે, જેમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ. જોકે, પ્લેન ક્રેશ થયું ત્યાં આસપાસમાં કોઈ નુકસાનના અહેવાલ નથી.
આ પણ વાંચો: સાઉદી અરેબિયાએ PM મોદીનું હવામાં કર્યું ખાસ સ્વાગત, વીડિયો આવ્યો સામે