January 18, 2025

પંકજ ઉધાસની અંતિમ યાત્રા દરમિયાન અભિનેત્રી સાથે બની વિચિત્ર ઘટના

મુંબઈ: પંકજ ઉધાસને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક લોકો પહોંચ્યા હતા. આ પ્રસંગે વિદ્યા બાલન પણ જોવા મળી હતી. સ્વર્ગસ્થ ગાયકના ઘર તરફ જતી વખતે તે સફેદ સલવાર કૂર્તીમાં જોવા મળી હતી. ત્યારે એક ફેન તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. અભિનેત્રીની ટીમ દ્વારા વારંવાર ઇનકાર કરવા છતાં, તે વ્યક્તિએ સેલ્ફી લેવાનું બંધ કર્યું નહીં.

પંકજ ઉધાસની અંતિમ યાત્રા દરમિયાન વિદ્યા સાથે સેલ્ફી લેવા માટે એક ચાહક તેની તરફ દોડ્યો હતો. જો કે, અભિનેત્રીએ તેના પર કોઈ ધ્યાન આપ્યું ન હતું. તેની બાજુમાં ચાલતી તેની ટીમની એક છોકરીએ પણ છોકરાને આ સ્થિતિમાં સેલ્ફી ન લેવાની વિનંતી કરી. તેમ છતાં તેણે સેલ્ફી લીધી. આ સમગ્ર ઘટના દરમિયાન વિદ્યા શાંત રહી અને જ્યારે ફેન્સ તેને હેરાન કરે ત્યારે પણ તે કઇ બોલી ન હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

લોકોએ તે પ્રશંસકની ટીકા કરી
લોકો આ પરિસ્થિતિને સંભાળવા માટે વિદ્યા બાલનની પ્રશંસા કરી રહ્યા છે અને તે વ્યક્તિની ટીકા કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘આ ખૂબ શરમજનક છે, આવા સંવેદનશીલ સમયે આવી સેલ્ફી લેવાની શું વાત છે. આ એક પ્રકારનું શોષણ છે. આ માણસની ધરપકડ થવી જોઈએ. એક યુઝરે લખ્યું, ‘આ માણસ માત્ર તેના શરીર દ્વારા જ મોટો થયો છે. મનથી નહીં. એકે કહ્યું, ‘તેને જોરથી થપ્પડ મારવી જોઈએ.’

પંકજ ઉધાસનું નિધન
તમને જણાવી દઈએ કે પંકજ ઉધાસનું નિધન 26 ફેબ્રુઆરીએ થયું હતું. સ્વાદુપિંડનું કેન્સર મૃત્યુનું કારણ કહેવાય છે. તેઓ 72 વર્ષના હતા. પુત્રી નાયબે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી.