ધાનપુર તાલુકાના ખજુરી ગામે નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી, પોલીસે તપાસ હાથ ધરી

Dahod: દાહોદના ધાનપુર તાલુકાના ખજુરી ગામે નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નવજાત શિશુ રસ્તા નજીક ખેતરમાંથી મળી આવતા વિસ્તારના લોકોએ પોલીસ અને 108 જાણ કરી હતી. હાલ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર ઘણીવખત નવજાત શિશુ મળી આવવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે ફરી એકવાર ધાનપુર તાલુકાના ખજુરી ગામે નવજાત શિશુ મળી આવ્યું છે. નોંધનીય છે કે, રસ્તાની નજીક ખેતરમાં નાના બાળકનો રડવાનો અવાજ આવતો હતો. જે બાદ આસપાસના લોકોએ આ અંગે પોલીસ અને 108ની ટીમને જાણ કરી હતી. જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે અને નવજાત શિશુને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે.

આ પણ વાંચો: આજે MI અને SRH વચ્ચે મુકાબલો, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ્સ અને પિચ રિપોર્ટ