May 19, 2024

વડોદરામાં જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા બનાવામાં આવ્યું મોડલ મતદાન બુથ

વડોદરા: લોકસભા ની ચુંટણીના મતદાનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી લોકો મતદાન મથકે મતદાન કરવા પહોંચી ગયા હતા. ત્યારે વડોદરામાં જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મોડલ મતદાન બુથ બનાવામાં આવ્યું છે. તેમજ સેલ્ફી પોઇન્ટ સહિતના વિવિધ આકર્ષણોથી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર શહેરમાં સવારથી જ મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મોટી સંખ્યમાં લોકો મતદાન મથકે પહોંચી રહ્યા છે. તો વડોદરામાં જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મોડલ મતદાન બુથ બનાવામાં આવ્યું છે. તેમજ સેલ્ફી પોઇન્ટ સહિતના વિવિધ આકર્ષણોથી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઇએ કે વડોદરાના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારે વહેલી સવારે મતદાન કર્યું હતું તેઓ વતન એકલબારા પ્રાથમિક શાળાના બૂથ પર પહોંચ્યા હતા. તો વડોદરાના ઉમેદવાર હેમાંગ જોષીએ વેમાલી પ્રાથમિક શાળાના બુથ પર પહોંચ્યા હતા ત્યાંથી મતદાન કર્યું હતું. તો વહેલી સવારથી વડોદરાવાસીઓમાં મતદાનને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.