November 5, 2024

બાંગ્લાદેશના પ્રખ્યાત ગાયક રાહુલ આનંદના ઘરમાં લૂંટ ચલાવી ટોળાએ આગ ચાંપી દીધી

Bangladesh Violence: બાંગ્લાદેશમાં વિરોધીઓ હવે અત્યંત આક્રમક બની રહ્યા છે. શેખ હસીનાની સરકારના પતન બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ સોમવારે બપોરે ઢાકાના ધનમોંડી-32 સ્થિત પ્રખ્યાત ગાયક રાહુલ આનંદના ઘર પર હુમલો કર્યો હતો. ઘરમાં લૂંટ ચલાવ્યા બાદ ટોળાએ ઘરને આગ ચાંપી દીધી હતી.

ગાયક સાથે પરિવાર સુરક્ષિત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાયક આનંદ, તેની પત્ની અને તેમનો પુત્ર આ હુમલામાંથી સુરક્ષિત રીતે બચવામાં સફળ રહ્યા હતા. પરંતુ હુમલાખોરોએ કલાકારના ઘરમાં જે મળ્યું તે લૂંટી લીધું અને ઘરને આગ ચાંપી દીધી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનંદના ઘરમાં કિંમતી સામાન સાથે 3,000 થી વધુ હાથથી બનાવેલા સંગીતનાં સાધનોનો વિશાળ સંગ્રહ પણ હતો જે બળીને રાખ થઈ ગયો હતો.

આ પણ વાંચો: વિનેશ ફોગાટે દેશનું નામ રોશન કર્યું છતા કંગનાએ લીધી આડે હાથ!

તમને જણાવી દઈએ કે રાહુલ આનંદનું ઘર ધનમંડી 32માં આવેલું છે. ઇસ્લામિક ટોળાએ તેમના 140 વર્ષ જૂના આવાસને લૂંટીને સળગાવી દીધું હતું.

ગાયક માત્ર એક જોડી કપડાં પહેરીને નીકળ્યો
મળતી માહિતી મુજબ, ટોળું ઘરમાં ઘુસ્યું તે પહેલા રાહુલ તેની પત્ની અને પુત્ર સાથે કપડા પહેરીને ક્યાંક ગયો હતો, જેના કારણે તે શારીરિક રીતે સુરક્ષિત છે પરંતુ તેની સાથે બનેલી ઘટનાને કારણે તે માનસિક રીતે પાયમાલ થઈ ગયો છે.