May 20, 2024

પરશોત્તમ રૂપાલાના વિરોધમાં પેથાપુર ખાતે ક્ષત્રિય સમાજની બેઠક મળી

મલ્હાર વોરા, ગાંધીનગર: રાજકોટ બીજેપી પક્ષના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ દિનપ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજ સમક્ષ કરેલ નિવેદન લઈને હવે ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા મુદ્દે લડત શરૂ કરી છે. આજે ગાંધીનગરના પેથાપુર ખાતે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં આગમી રાજકોટ સમલેન મુદ્દે રણનીતિ તૈયાર કરી હતી. રૂપાલાની ટિકિટ રદ કરવા માટે તમામ ક્ષત્રિય સમાજે ધીરજ રાખીને લડત લડવાની છે.

બીજેપીના રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કરેલા વિવાદસ્પદ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે રાજકોટથી શરૂ થયેલા આ રોષની આગ દિનપ્રતિદિન વધી રહી છે. હવે આ રોષ સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયો છે. ક્ષત્રિય સમાજે ભાજપના ઉમેદવાર પ્રચાર કરવા આવી રહ્યા છે તો તેમને રોકીને ગામની બહાર મોકલી રહ્યા છે. જ્યારે વિવિધ જિલ્લા સહિત રાજકોટમાં પણ રૂપાલાના પ્રચારનો વિરોધ કરતા બેનરો લગાવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ સહિત આગેવાનો હાજર રહ્યાં હતાં.

આ પણ વાંચો: નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમાની શરૂઆત, પહેલા દિવસે જ હજારો લોકો ઉમટ્યાં

આ પણ વાંચો: ઉનાળાની શરૂઆતમાં જ ભૂજવાસીઓ પાણીની સમસ્યાથી પરેશાન, તંત્ર દોડવા લાગ્યું!

ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજનું આંદોલન તૂટે તે માટે બીજેપી દ્રારા રણનીતિ તૈયાર કરાઈ છે. જેથી સમાજના તમામ લોકોએ સ્વયમ દાખવીએ વિરોધ કરવો પડશે. સમાજના તમામ લોકોએ રાજ્યભરમાં આંદોલન કરવું પડશે. આગમી દિવસોમાં મોટું આંદોલન કરવું હોય તો હાલ ગામે ગામ સંમેલન કરવા પડશે. આ સંમેલનમાં ‘ચલો રાજકોટ’ના સ્વરૂપે અભિયાન ચલાવવામાં આવશે. આ સિવાય રાજ્યના ધાર્મિક આસ્થાના કેન્દ્રો પર આજે મહા આરતીનો કાર્યક્રમ થશે. આંદોલનના માર્ગે અમે ભાજપ હાઇકમાન્ડને રજુઆત કરીશું. પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની અમારી માગ મકમ છે. રૂપાલા જો 16મીએ ઉમેદવારી પત્ર ભરશે તો અમે નક્કી કરીશું કે અમારે શું કરવું.