વંદે ભારતમાં પીરસેલી દાળમાંથી નીકળ્યો જીવતો વંદો, IRCTCએ આપ્યો આ જવાબ

Vande Bharat Train: 19 ઓગસ્ટ સોમવારે 5 લોકોનો પરિવાર વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યો હતો. રજાના દિવસોમાં આ પરિવાર શિરડીથી પરત મુંબઈ આવી રહ્યો હતો. આ દરમિયાન વંદે ટ્રેનમાં તેમને રાત્રિ દરમિયાન ડિનર ઓફર કરવામાં આવે છે, જેમાં દાળની અંદર મુસાફરને વંદો નજર આવે છે. જેના પછી તે કેટેરિંગ સ્ટાફવાળાને આડેહાથ લે છે.

ખરેખરમાં રિક્કી જેસવાની પોતાના પરિવારની સાથે વંદે ભારતમાં ડિનર કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની દાળમાં જીવતો વંદો જોવા મળે છે. જ્યારે આ વાતની જાણકારી તેઓ કેટેરિંગ સ્ટાફને આપે છે તો તેઓ ફરિયાદ કરવાનું જણાવે છે. આ આખો મામલો રક્ષાબંધનના દિવસે બન્યો હતો.

દાળમાંથી જીવતો વંદો નીકળ્યો
માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X પર યૂઝરે 3 તસવીરો અને 1 વીડિયો પોસ્ટ કરી લખ્યું કે વંદે ભારતમાં પિરસેલી દાળમાંથી વંદો નીકળ્યો. પ્રથમ તસવીરમાં પેસેન્જર દ્વારા કરેલી ફરિયાદનું વિવરણ છે. રિક્કી જેસવાનીએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, જે દાળ તેમને પરોસવામાં આવી છે, તેમાં જીવતો વંદો નીકળ્યો છે. ત્યાં જ ખાવા માટે મળેલી કઢી પણ ખુબ જ ખાટી હતી, ખાવામાં એક મરેલો વંદો પણ મળ્યો છે.

રિક્કીએ લખ્યું કે, આ ઘટનાને આઈઆરસીટીસી મેનેજર નરેન્દ્ર મિશ્રાએ કન્ફર્મ કરી છે. તેમણે જણાવ્યું કે આ સમસ્યા તેમની સાથે પેસેન્જરને C5 કોચમાં 46,47,42 અને 52, 57 નંબરની સીટ પર પણ જોવા મળી છે. રિક્કીએ દાળમાં નીકળેલા વંદાની તસવીર પણ પોસ્ટ કરી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, રિક્કી જેસવાન જ્યારે ફરિયાદ કરવા માટે પેંટ્રી કારમાં ગયા તો ત્યાં તેમણે જોયું કે, કચરાપેટીની ઠીક બાજુમાં જમવાનું તૈયાર કરવામાં આવે છે અને ત્યાં જીવતા વંદા ફરી રહ્યા છે. જોકે પેસેન્જરે એવું પણ જણાવ્યું કે, ફરિયાદ નોંધ્યા બાદ તેમને IRCTC અને રેલવેમાંથી મદદ માટે ફોન આવ્યા હતા અને મામલાને જોવાનો વાયદો કર્યો છે.