કનેડિયા ગામમાં દીપડાએ મહિલા અને પુરુષ પર હુમલો કરતા ભયનો માહોલ સર્જાયો
આશિષ પટેલ, મહેસાણા: મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના કનેડિયા ગામમાં વહેલી સવારે લોકો ખેતરમાં રાબેતા મુજબ પોતાની કામગીરી શરૂ કરી રહ્યા હતા તે સમયે ખેતરમાં એકાએક આવી ચડેલા વન્ય પ્રાણી દિપડાએ મહિલા અને એક પુરુષ પર હુમલો કરી દેતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
દીપડો નાસી જતા ગામ લોકોમાં ભય નો માહોલ સર્જાયો
સતલાસણા તાલુકાના કનેડીયા ગામમાં વહેલી સવારે ૭ વાગ્યા આસપાસ લોકો રાબેતા મુજબ પોતાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે ખેતરમાં એક દીપડો આવી ગયો હતો અને પોતાના ઘર આગળ બ્રશ કરી રહેલ એક મહિલા અને ખેતરમાં કામ કરી રહેલ પુરુષ પર દીપડાએ હુમલો કરી દીધો હતો. દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત મહિલા અને પુરુષ બંનેને સતલાસણાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દિપડાના હુમલાની બાબતે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દીપડાને પકડવા માટેની કામગીરી હાથ ધરી હતી, પરંતુ દીપડો નાસી જતા ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો: ભારતમાં પ્રોસેસ્ડ શાકભાજી અને ફળોના લાર્જેસ્ટ એક્સપોર્ટર HyFun Foodsનું નવીનતમ સાહસ
દીપડાના હુમલાને પગલે ગામની સીમમાં ફરતા દીપડાના કેટલાક દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા હતા. જેમાં ગામમાં દીપડાએ દહેશત મચાવતા ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડાના ડરના કારણે ગામ લોકો ગામમાંથી ખેતરમાં જવા બાળકોને રમવા સ્કૂલ જવામાં પણ ભયનો અનુભવ કરી રહ્યા છે.