January 5, 2025

બોગસ પાસપોર્ટ સાથે મહેસાણાની યુવતી ઝડપાઈ, અમદાવાદ એરપોર્ટ પર કરાઈ અટકાયત

Ahmedabad: બોગસ પાસપોર્ટના આધારે મુસાફરી કરનાર યુવતી ઝડપાવવાની ઘટના સામે આવી છે. હાલ અમદાવાદ એરપોર્ટ પરથી ઇમિગ્રેશન વિભાગે અટકાયત કરી છે. કવિતા પટેલ નામની મહેસાણાની યુવતી અમેરિકા દુબઈ થઈ અમદાવાદ આવી હતી.

મળતી માહિતી અનુસાર અવારનાવર બોગસ પાસપોર્ટ સાથે લોકો ઝડપાતા હોય છે ત્યારે હાલ અમદાવાદ એરપોર્ટ પર એક યુવતીની બોગસ પાસપોર્ટના આધારે મુસાફરી કરવાના આરોપમાં અટકાયત કરવામાં આવી છે. 2015 માં યુવતી પોતાના ઓરીજનલ પાસપોર્ટ સાથે અમેરિકા ગઈ હતી. બાદમાં એટલાન્ટા ખાતે એજન્ટ થકી બોગસ પાસપોર્ટ કઢાવ્યો હતો. યુવતી પાસેનું પાસપોર્ટ બિહારના મોહમ્મદ ઇસ્ફાક આલમનું હોવાનું ખુલ્યું છે. જે પાસપોર્ટ 2021માં ખોવાયું હોવાની ફરિયાદ થઈ હતી. જોકે, એરપોર્ટ પોલીસે યુવતી સામે ગુનો નોંધી તપાસ SOG ને સોંપી છે.

આ પણ વાંચો: 6.0ની તીવ્રતાના ભૂકંપે સાઉથ સેન્ડવિચ આઇલેન્ડ હચમચાવ્યો, કોઈ જાનહાનિ નહીં