December 23, 2024

લાઈવ સ્ટ્રીમિંગ ચાલુ હતું ત્યાં જિંદગી બંધ થઈ ગઈ

Chinese Influencer Death: આજના બદલાતા સમયમાં લોકોના શોખ પણ અલગ અલગ પ્રકારના જોવા મળી રહ્યા છે. શોખ તો હવે પૈસા કમાવવાનું સાધન બની ગયો છે. આજના સમયમાં લોકોની પૈસા કમાવવાની રીત બદલાઈ ગઈ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી એવા એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જેને સાંભળીને ચોક્કસ તમે પહેલી વાર ચોંકી જશો. ચીનમાં સોશિયલ મીડિયા યુઝરનું લાઈવમાં મોત થયું છે. આ બનાવ બનતાની સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ કરતા લોકો પર હલચલ મચી ગઈ છે.

હજારોની સંખ્યામાં લોકો સામે મોત
ચીનમાં મૃત્યુ પામેલી યુવતીનું નામ પાન શોટીંગ (24) હતું અને તે મુકબંગ લાઈવ સ્ટ્રીમર હતી. મુકબંગ લાઇવ સ્ટ્રીમર એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ કેમેરાની સામે વિવિધ પ્રકારના ખોરાક ખાઈને લોકોનું મનોરંજન કરે છે. તેણી ધીમે ધીમે લોકો વચ્ચે ફેમસ થવા લાગી ત્યારબાદ નોકરી મૂકીને આ રીતે સોશિયલ મીડિયામાં કામ કરવાનું શરુ કર્યું હતું. આ સમયે તેનું વજન 300 કિલો સુધી પહોંચી ગયું હતું. અંદાજે સોશિયલ મીડિયામાં તેણી પૈસા કમામવા માટે તેણે દિવસના 10 કલાક સતત નોકરી કરવી પડી રહી હતી. આ દરમિયાન તેનું લાઈવમાં જ મોત થઈ ગયું હતું. હજારોની સંખ્યામાં લોકો તેને જોતાને જોતા રહી ગયા હતી.

આ પણ વાંચો: હમાસ દ્વારા કરવામાં આવેલ વિનાશના નિશાન 9 મહિના બાદ દેખાયા, 5 મૃતદેહ મળ્યા

પરિવાર ચિંતિત હતો
એક રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે તેના માતા અને પિતા ચિંતામાં હતા. તેની સતત ખાવની આદતોથી તે ચિંતિત હતા. તેઓ ઈચ્છતા હતા કે તેની પુત્રી ખાવાનું બંધ કરે, તેના પરિવારે તેને ઘણી વખત સવાલ કર્યો હતો કે “વધુ પૈસા કમાવવાનો અર્થ શું છે? તેનાથી શરીરને કેટલું નુકસાન થાય છે?” પરંતુ તેના જવાબમાં તેણીએ દાવો કર્યો કે તે “જોખમ ઉઠાવી શકે છે.”