July 3, 2024

વરદ ડાન્સ એકેડમી તરફથી ખાતે નિઃશુલ્ક રમત-ગમત દિવસનું આયોજન કરાયું

જય આચાર્ય, અમદાવાદ: 1 મહિનાનાં સફળ સમર કેમ્પ બાદ આજ રોજ વરદ ડાન્સ એકેડમી તરફથી શ્રી સ્થળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, સિધ્ધપુર ખાતે નિઃશુલ્ક રમત ગમત દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિઃશુલ્ક રમત ગમત દિવસના આયોજનમાં 70 બાળકોએ ભાગ લીધો હતો.

આવી ગરમીમાં પણ બાળકો એ ખૂબ ઉત્સાહ પૂર્વક રમતો રમી હતી અને આનંદ માણ્યો હતો. આ રમત ગમત કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન નીરજા ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સિવાય આયોજનમાં પાર્થ રાવલ, ઉર્વી ઠાકર, વરદ ડાન્સ એકેડમીનાં અન્ય સભ્યો સહિત શ્રી સ્થળ સ્કૂલનાં ટ્રસ્ટી અજીત ઠાકર અને સાથે સાથે શાળાની ટીમનું પણ યોગદાન હતું.