January 18, 2025

સ્પેનમાં નર્સિંગ હોમમાં લાગી ભીષણ આગ, 10 લોકોના મોત

Spain fire: સ્પેનના ઝરાગોઝામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. અહીંના એક નર્સિંગ હોમમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. ઉત્તરપૂર્વીય શહેર મેડ્રિડની ઉત્તરે લગભગ 30 મિનિટના અંતરે, વિલા ફ્રાન્કા ડી એબ્રો નર્સિંગ હોમમાં આગની શુક્રવારે સવારે સત્તાવાળાઓને સુચના મળી હતી. માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પીએમ પેડ્રો સાંચેઝે શોક વ્યક્ત કર્યો
એરાગોનની પ્રાદેશિક સરકારના વડા, જોર્જ એઝકોને મૃત્યુની પુષ્ટિ કરી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું કે પ્રદેશમાં તમામ સરકારી કાર્યક્રમો આજ માટે રદ કરવામાં આવ્યા છે. સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે પણ આ આગની ઘટના અને અહીં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.