જામનગરના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
જામનગર: ગુજરાત પોલીસે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢી સામે ઉશ્કેરણીજનક સાંપ્રદાયિક ગીતો વગાડવા અને પોલીસની પરવાનગી વિના ભીડ એકઠી કરવા બદલ FIR નોંધી છે. FIR જામનગર એ ડિવિઝન પોલીસ મથકે દાખલ કરવામાં આવી છે, આરોપીઓમાં ઈમરાન પ્રતાપગઢી, અલ્તાફ ખફી અને સંજરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો ઉલ્લેખ છે. તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 196, 197(1), 302, 299, 57, 3(5) લગાડવામાં આવી છે.
जामनगर गुजरात के एक सामूहिक विवाह कार्यक्रम में शिरकत। pic.twitter.com/7MKIjEVK9f
— Imran Pratapgarhi (@ShayarImran) January 2, 2025
નોંધનીય છે કે, 2 જાન્યુઆરીના રોજ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર ઇમરાન પ્રતાપગઢીના હેન્ડલ (@ShayarImran) પરથી અપલોડ કરવામાં આવેલો એક વિડીયો જોયો હતો. જેનું કેપ્શન છે- જામનગર ગુજરાત કે એક સામૂહિક વિવાહ કાર્યક્રમ મેં શિરકત.’ હકિકતે, ઈમરાન પ્રતાપગઢી ગત 29 ડિસેમ્બર, 2024ના રોજ જામનગરના રૂમી પાર્ક ખાતે સંજરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સુન્ની મુસ્લિમ જમાતના સમૂહ શાદી કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા હતા. જેનું આયોજન જામનગર પાલિકાના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફ ખફીના જન્મદિવસ પર કરવામાં આવ્યું હતું. પછીથી કાર્યક્રમનો એક નાનકડો વિડીયો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. પરંતુ તેના માટે જે ગીત વાપરવામાં આવ્યું તેને લઈને વિવાદ સર્જાયો અને ફરિયાદ પણ તે જ કારણે થઈ છે.