January 22, 2025

પ્રેમના નામે પ્રપંચ આચરી દુષ્કર્મ આચારનાર લંપટ વિરુદ્ધ ફરિયાદ દાખલ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં પ્રેમના નામે યુવતી સાથે શારીરિક શોષણ કરી પ્રેમીએ તરછોડી દીધી હોવાની ઘટના સામે આવી છે. પ્રેમિકાએ પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી સંજય પ્રજાપતિ એ એક યુવતીને પ્રેમ જાળ માં ફસાવી દુષ્કર્મ આચર્યું. યુવતી એ લગ્ન નું કહેતા પ્રેમી તરછોડી જતો રહ્યો. ધટનાની વાત કર્યે તો વર્ષ 2023 માં હોળી નાં રંગો મા પ્રેમ ના રંગો માં રંગાયેલી યુવતીને પ્રેમી નો કડકો અનુભવ થયો. ધુળેટી નાં દિવસે આ યુવતી સંજય પ્રજાપતિ ના સંપર્કમાં આવી હતી. મિત્રતા બાદ પ્રેમ સબંધ બનાવીને આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ લગ્ન નો દબાણ કરતા આરોપી સંજય જ્ઞાતિ સબંધી અપમાન જનક શબ્દો ઉચ્ચારી ને તરછોડી નાસી ગયો હતો. જે મામલે કૃષ્ણ નગર પોલીસે ગુનો નોધી આરોપી ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી સંજય પ્રજપતી આઇટી કંપની મા નોકરી કરતો હતો જ્યારે યુવતી પણ ઇવેન મેનેજમેન્ટમાં કામ કરતી હતી. યુવતી પરણિત હતી પણ પતિ સાથે મનમેળ નહિ મળતા તે કૃષ્ણનગર વિસ્તારમાં એકલવાયું જીવન જીવતી હતી. આરોપી સંજય યુવતીના પાડોશમાં ભાડે રહેવા આવ્યો હતો. આ દરમિયાન હોળી ધુળેટી નાં તેહવાર માં એક બીજાના પરિચયમાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષથી મિત્રતા બાદ પ્રેમ સબંધ હતા. તેઓ મૈત્રી કરાર થી સાથે રહેવા લાગ્યા હતા જોકે યુવતી એ લગ્ન કરવાનું દબાણ કરતા આરોપી સંજય તેને મૂકી ફરાર થઈ ગયો હતો. યુવતી એ અવાર નવાર સંજય નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ આરોપી સંજય એ યુવતી ને જ્ઞાતિ વિશે અંશબ્દો બોલીને અપમાનિત કરતો હતો. જેથી યુવતીએ કંટાળી ને પોલીસની મદદ લીધી અને પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

કૃષ્ણ નગર પોલીસે આરોપી સંજય પ્રજાપતિ વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી હેથળ ગુનો નોંધી ને ધરપકડ કરી ને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસ એ આરોપીની વધુ પૂછપરછ કરી વધુ તપાસ હાથ શરૂ કરી.