Palanpur: Ganeshpuraમાં રમત-રમતમાં બંધ કારમાં પુરાઈ જતા બાળકનું મોત
રતનસિંહ ઠાકોર, પાલનપુર:સમાજ અને વાલીઓ માટે લાલબત્તી સમાન કહી શકાય તેવી ઘટના પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં બની છે. બે વર્ષથી બંધ પડેલ ગાડીમાં બાળક બેસી જતા અને દરવાજો બંધ કર્યા પછી ખુલતા નહીં ગાડીમાં ગૂંગળાઈ જવાને કારણે પાંચ વર્ષના બાળકનું મોત થયુ છે.
બાળકના મોતની સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો પાલનપુરમાં બુધવારની બપોરે પાંચ વર્ષનો બાળક રમતો રમતો બે વર્ષથી બંધ પડેલી આવવારૂ પડેલ ગાડીમાં બેસી ગયો હતો અને દરવાજો લોક કરી દીધો હતો. જોકે 3 કલાકથી વધુ સમય સુધી શ્વાસ રુંધાતા બાળક દરવાજો ખોલી શક્યો નહિ અને મુત્યુ પામ્યો હતો. ગણેશપુરામાં ભાડાના મકાનમાં રહેતા અને મૂળ હડાદ પોશીનાનાં મનીષાબહેન પિતા જોડે રહેતા હતા. બુધવાર બપોરે તેમનો પાંચ વર્ષનો દીકરો નિક્ષિક નીરવભાઈ દવે બહાર રમતો હતો. ત્યારે ડેરીની સામે બે વર્ષથી પડેલ ગાડીમાં જઈને બેસી ગયો હતો અને દરવાજો બંધ કરી દીધો હતો. માતા સાથે આજુબાજુના લોકોએ બે કલાક શોધખોળ કરી હતી. ત્યારે ત્યાંના સ્થાનિકની નજર ગાડી પર પડી અને ગાડીમાં જઈને જોયું તો બાળક અંદર પડ્યો હતો. જેને તાત્કાલીક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતો.
આ પણ વાંચો: સની દેઓલ પર નિર્માતાએ લગાવ્યો છેતરપિંડીનો આરોપ
જોકે સમાજ માટે આ ઘટના લાલબત્તી સમાન કહી શકાય કારણ કે નાના બાળકોની તેમના વાલીઓએ પણ ખબર રાખવી જોઈએ. જ્યારે કારમાલિકની પણ બેદરકારીએ છે કે બે વર્ષથી કાર બંધ પડી હતી છતાં તેના દરવાજા ખુલ્લા હતા. પરંતુ આ ઘટનામાં એક માતાએ પોતાનો દીકરો ગુમાવ્યો છે. સમાજ માટે લાલબત્તી સમાન ઘટના એ છે કે તેમના નાના દીકરાઓને વાલીઓએ રમતા મૂક્યા હોય ત્યારે તેમની ખાસ ખબર રાખવી જોઈએ. જેથી આ પ્રકારની ઘટનાઓ ન બને.