December 22, 2024

ગાંધીનગરમાં ઝિકા વાયરસનો કેસ પોઝિટિવ આવતા ખળભળાટ, દર્દી હાલ સારવાર હેઠળ

Gandhinagar: વારંવાર વરસાદી ઝાપટા અને વાદળછાયા વાતાવરણને કારણે મચ્છરજન્ય બિમારી-રોગની સિઝન આ વખતે લાંબી ચાલી છે. દિવાળી પૂર્વે પણ ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે હવે ગાંધીનગરમાં ઝિકા વાયરસનો કેસ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ દર્દી સારવાર હેઠળ છે. જોકે, કેસ મળ્યો તે વિસ્તારમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે.

મળતી માહિતી અનુસાર ગાંધીનગરમાં દર્દીનો ઝિકા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગર મનપાનું આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. જે વિસ્તારમાંથી કેસ મળ્યો તે વિસ્તારમાં આરોગ્ય વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ દર્દી સારવાર હેઠળ છે. નોંધનીય છે કે, દર્દીના સેમ્પલ પુણે લેબ ખાતે તપાસ અર્થે મોકલ્યા હતા. જે બાદ આજે રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

આ પણ વાંચો: માફી કે 5 કરોડની કરી હતી માગ… સલમાનને ધમકી આપનારા બિકારામ બિશ્નોઈની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ અગાઉ ગાંધીનગરમાંથી ઝિકા વાયરસનો શંકાસ્પદ કેસ પણ સામે આવ્યો હતો. 75 વર્ષિય વૃદ્ધની તબીયત લથડતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. જે દરમ્યાન તબીબને શંકા જતા તેમના જરૂરી સેમ્પલ પરિક્ષણ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.