January 7, 2025

યુવતીને ગર્ભવતી કરીને ફસાવી પછી મુસ્લિમ યુવકે ખોલ્યો ધ્રાસકો પડે એવો રાઝ

અમિત રૂપાપરા, સુરત: સુરતમાં એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વિધર્મી દ્વારા હિન્દુ નામ ધારણ કરીને હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી. વિઘર્મીએ યુવતીને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. કુવારી યુવતી ગર્ભવતી થતા ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવતીના નામ પર એક મોપેડ ખરીદ્યું હતું અને આ મોપેડ નામ પર કરાવવા બાબતે પણ વિધર્મી અને તેની પત્નીએ સાથે મળીને યુવતીને ધમકાવી હતી. અંતે આ સમગ્ર મામલે રાંદેર પોલીસ સ્ટેશનમાં વીધર્મી અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાય છે.

યુવતીને લગ્નની લાલચો
સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર યુસુફ લાકડાવાલા નામના ઇસમ દ્વારા પોતાનું નામ કમલસિંહા ધારણ કરવામાં આવ્યું હતું. આ યુસુફે 2000ની સાલમાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી. ત્યારબાદ અવારનવાર આ યુવતીનું શારીરિક શોષણ પણ કરવામાં આવ્યું. તેની સાથે શારીરિક સંબંધો પણ બાંધવામાં આવ્યા અને યુવતીને લગ્નની લાલચો પણ આપવામાં આવી. અંતે આ યુવતીએ યુસુફને પોતાની સાથે લગ્ન કરવાનું કહેતા યુસુફે પોતે પરિણીત હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ યુવતીને પણ જાણવા મળ્યું હતું કે આ ઈસમ વિધર્મી છે.

ગર્ભપાત પણ કરાવ્યો
2000ની સાલમાં યુસુફે આ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતી ગર્ભવતી થઈ હોવાના કારણે ગર્ભપાત પણ કરાવ્યો હતો. આ વિધર્મીની યુસુફ અને તેની પત્ની ભોગ બનનારને અવારનવાર હેરાન પરેશાન કરતા હતા. થોડા મહિનાઓ પહેલા જ યુસુફે મહિલાના નામ પર એક મોપેડની ખરીદી કરી હતી. આ મોપેડ મહિલા યુસુફને પોતાના નામે કરવાનું જણાવતી હતી અને આ જ બાબતને લઈને યુસુફ અને તેની પત્ની દ્વારા મહિલાને ધાક ધમકીઓ પણ આપવામાં આવતી હતી.

આ પણ વાંચો: બીજેપીનો ખેસ પહેરનારને ગેરકાયદેસર કામો કરવાનાં લાઇસન્સ મળી જાય છે: કમલેન્દ્રસિંહ પુવાર

પોલીસ તપાસમાં સામે આવ્યું
આ યુસુફની ધાકધમકીઓથી ડરી ગયેલી મહિલા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. કાયદાકીય લડત માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહિલાને આશ્વાસન આપવામાં આવ્યું હતું. અને અંતે આ સમગ્ર મામલે ભોગ બનનાર મહિલાએ વિઘર્મી યુસુફ અને તેની પત્ની સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાંદેર પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ વીધર્મી યુવક દ્વારા અત્યાર સુધીમાં કેટલી હિન્દુ યુવતીઓને આ પ્રકારે ફસાવવામાં આવી છે. તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.