January 18, 2025

Rajkot Gamezone Tragedy: લઇને મોટો ખુલાસો, ભાજપના કોર્પોરેટરે કર્યો હતો વહીવટ

TRP ગેમઝોનમાં બનેલી દુઃખદ ઘટના સંદર્ભે રાજ્યના રાહત કમિશનરે વિગતો આપી.

Rajkot: રાજકોટ TRP ગેમઝોનમાં અગ્નિકાંડને હજી કોઇ ભૂલી શક્યું નથી. આ ઘટનાને લઇને રોજ નવા ખુલાસા થતા રહે છે. આ વચ્ચે હવે અગ્નિકાંડ મુદ્દે યુવરાજસિંહ સોલંકીની કબૂલાત કરી છે. યુવરાજ સિંહે પોલીસ સમક્ષ કબૂલાત આપી છે. તેમણે જણાવ્યું છે કે ભાજપના એક કોર્પોરેટરે ગેમઝોનનું ડિમોલિશન રોકવા વહીવટ કર્યો હતો. આરોપી યુવરાજસિંહ સોલંકીએ સીટ સમક્ષ કબૂલાત કરી છે. જો કે સીટના અધિકારીઓ આ મુદ્દે સત્તાવાર કંઈ પણ કહેવા તૈયાર નથી.

મળતી માહિતી અનુસાર રાજકોટ ગેમઝોનમાં અગાઉ આગ લાગી હતી ત્યારે ટીપી શાખાએ પોતાનો વહીવટ કથિત રીતે સારુ દેખાડવા માત્ર નોટિસ કાઢી હતી. તેમજ ભાજપના એક કોર્પોરેટરે ગેમઝોનનું ડિમોલિશન રોકવા વહીવટ કર્યો હતો. આ અંગે યુવરાજસિંહ સોલંકીએ કબૂલાત આપી છે. નોંધનીય છે કે ટીપી શાખાએ 260(1) મુજબની નોટિસ કાઢી હતી. તેમજ ગેમઝોનના સંચાલક પાસે રૂ. 1.50 લાખ લઇ ટીપી શાખાના અધિકારીઓ પર રાજકીય દબાણ લાવ્યું હતું અને ડિમોલેશન રોક્યું હતું.

આ પણ વાંચો: ગુજરાત BJP ના તમામ સાંસદોને દિલ્હીનું તેડુ, 25 સાંસદો બેઠકમાં હાજર રહેશે

ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગેમઝોનમાં સીટના અધિકારીઓ દ્વારા કેમ ઝોનના સંચાલકોની સઘન પૂછપરછ કરવામાં આવી છે. અધિકારીઓની પૂછપરછમાં ચોકાવનારી હકીકત સામે આવી છે. ગેમ ઝોનનાં સંચાલક યુવરાજસિંહ સોલંકી સીટના અધિકારીઓને હકીકત જણાવી છે. ભાજપના એક કોર્પોરેટરનાં કહેવાથી ગેમ ઝોનનું ડિમોલેશન અટકી ગયું હતું. ભાજપના કોર્પોરેટરે દોઢ લાખ રૂપિયા પડાવ્યા હોવાની પણ વાત સામે આવી છે. જોકે, આ કયા કોર્પોરેટર છે. શુ ખરેખ આ કોર્પોરેટર સામે કાર્યવાહી થશે કે પછી SITને શરમ નડશે. તે જોવું રહ્યું.