November 17, 2024

એક ક્રિક્રેટ મેચમાં બેટ્સમેન કુલ 10 રીતે થઈ શકે આઉટ, શું તમે જાણો છે !

sports

IPL 2024ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વર્લ્ડ કપ 2023માં ભારતની હાર બાદ હાલ દરેક ક્રિક્રેટપ્રેમીઓની નજર IPL 2024 પર ટકેલી છે. તે સમયે ક્રિકેટ મેચમાં બેટ્સમેન આઉટ કરવાની અનેક રીત છે. સમય સાથે લોકોનો ક્રિકેટ પ્રત્યેનો રસ વધ્યો છે. ક્રિકેટ હવે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે. હવે મોટાભાગના દેશોએ સત્તાવાર રીતે ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું છે. ક્રિકેટ રમવા સાથે જોવાવાળા લોકોની પણ કોઈ કમી નથી. તો શું તમે જાણો છો કે ક્રિકેટમાં બેટ્સમેન 10 રીતે આઉટ થઈ શકે છે? ચાલો જાણીએ બેટ્સમેનને આઉટ કરવાના તમામ નિયમો.

1- બોલ્ડ
જ્યારે બોલરનો લીગલ બોલ સીધો સ્ટમ્પ સાથે અથડાય છે, ત્યારે બેટ્સમેન બોલ્ડ થાય છે. બોલ ભલે સીધો સ્ટમ્પને અથડાતો હોય કે પછી બેટ અને બોડીને અથડાયો હોય, તેને દરેક રીતે આઉટ ગણવામાં આવે છે.

2- કેચ
ક્રિકેટ મેચોમાં કેચ દ્વારા ઘણી વિકેટો પડતી હોય છે. જ્યારે બેટ્સમેન હવામાં શોટ રમે છે અને ફિલ્ડિંગ ટીમનો ફિલ્ડર બોલને જમીન પર પડ્યા વિના કેચ કરે છે, તો તેને કેચ આઉટ ગણવામાં આવે છે. એક કેચ ટીમને મેચ જીતાડી શકે છે તો કે હારી પણ શકે છે.

LBW

3- લેગ બિફોર વિકેટ (LBW)
જો બોલ બેટ્સમેનના બેટ સાથે અથડાતો ન હોય અને સીધો તેના શરીર પર એવી રીતે અથડાયો હોય કે જો બેટ્સમેન ત્યાં ન હોય તો તે સીધો સ્ટમ્પ પર અથડાતો હોય, આ રીતે બેટ્સમેનને આઉટ આપવામાં આવે છે અને તેને LBW કહેવામાં આવે છે.

4- રન આઉટ
રન પૂરો કરવા માટે બેટ્સમેને દોડીને ક્રિઝની અંદર પહોંચવું પડે છે. જો ફિલ્ડિંગ ટીમ બેટ્સમેન ક્રિઝ પર પહોંચે તે પહેલા સ્ટમ્પ પર થ્રો કરે છે, તો બેટ્સમેન રનઆઉટ થઈ જશે.

આ પણ વાંચોઃ કોરોનાનો ફરીથી પગપેસારો…બે અઠવાડિયામાં 16ના મોત, મનસુખ માંડવિયાએ યોજી બેઠક

5- સ્ટમ્પિંગ
બેટ્સમેને મર્યાદિત માં બેટિંગ કરવાની હોય છે, આ વર્તુળને ક્રીઝ કહેવામાં આવે છે. જો રમતી વખતે બેટ્સમેન ક્રિઝની બહાર આવે અને બોલ પાછળ ઉભેલા વિકેટકીપર પાસે જાય, તો કીપર સ્ટમ્પ ગિલ્લીઓ વિખેરી દે છે, જેને સ્ટમ્પિંગ કહેવામાં આવે છે.

hit wicket

6- હિટ વિકેટ
બેટિંગ કરતી વખતે, જો બેટ્સમેનના શરીરનો કોઈ ભાગ અથવા બેટ સ્ટમ્પ સાથે અથડાય છે, તો આ સ્થિતિમાં બેટ્સમેનને હિટ વિકેટ દ્વારા આઉટ જાહેર કરવામાં આવે છે.

7- ફિલ્ડમાં અવરોધ ઉભો કરવો
જો કોઈ બેટ્સમેન ફિલ્ડિંગ ટીમ માટે બાધારુપ બને છે અથવા ફિલ્ડિંગ ટીમના થ્રોની સામે આવે છે, તો આવી સ્થિતિમાં બેટ્સમેનને આઉટ જાહેર કરવામાં આવે છે.

time Out

8- ટાઈમ આઉટ
એક બેટ્સમેન આઉટ થયા પછી, બીજા બેટ્સમેનને ક્રિઝ પર પહોંચવા માટે થોડો સમય આપવામાં આવે છે. જો અન્ય બેટ્સમેન સમયસર ક્રિઝ પર ન પહોંચે, તો તેને ટાઇમ આઉટ દ્વારા આઉટ આપવામાં આવે છે. ટેસ્ટ અને ODIમાં બેટ્સમેનને ક્રિઝ પર આવવા માટે 2 મિનિટનો સમય મળે છે અને T20 ઈન્ટરનેશનલમાં તેને 90 સેકન્ડનો સમય મળે છે.

આ પણ વાંચોઃ કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી, જાણો શું છે તેના લક્ષણો અને ઉપચાર

9- માંકડિંગ આઉટ
જો નોન-સ્ટ્રાઈકર એન્ડ પર હાજર બેટ્સમેન બોલ ફેંકતા પહેલા ક્રિઝ છોડીને જતો હોય તો બોલર નોન-સ્ટ્રાઈકર એન્ડના બોલને વેરવિખેર કરીને તેને આઉટ કરી શકે છે. આને માંકડિંગ આઉટ કહેવામાં આવે છે. આ પ્રકારની વિકેટ ઘણીવાર ચર્ચામાં રહે છે.

10- હેન્ડલ ધ બોલ
જો કોઈ બેટ્સમેન ફિલ્ડિંગ ટીમની પરવાનગી વિના પોતાના હાથથી બોલને કેચ કરે છે અથવા રોકે છે, તો આવી સ્થિતિમાં બેટ્સમેનને આઉટ આપવામાં આવે છે.