જેતપુરમાં 10 માસનું બાળક પાણીની ડોલમાં પડી જતા મોત, સાવરકુંડલામાં કૂવામાં બે વર્ષનું બાળક ડૂબતા મોતને ભેટ્યો

સૌરાષ્ટ્ર પંથકમાં અપમૃત્યુના બે બનાવ સામે આવ્યા છે. જેમાં બે માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. જેતપુરના પેઢલા ગામે 10 માસનું બાળક પાણીની ડોલમાં પડી જતા મોતને ભેટ્યો હતો. જ્યારે સાવરકુંડલાના લુવારા ગામે ખેડૂતના ખેતરના કૂવામાં બે વર્ષનું બાળક ડૂબી જતા મોત નીપજ્યું હતું.

જેતપુરના પેઢલા ગામે પરપ્રાંતિય શ્રમિકના પરિવારનું 10 માસના બાળક પાણીની ડોલમાં પડી જતા મોત નીપજ્યું હતું. રાજેશ ભુરીયા નામનો 10 મહિનાનું બાળક રમતા રમતા મોતને ભેટ્યો હતો. બાથરૂમમાં પાણીની ડોલમાં પડી જતા બાળકનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે જેતપુર ઉદ્યોગ નગર પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે.

સાવરકુંડલાના લુવારા ગામે ખેડૂતના ખેતરના કૂવામાં બે વર્ષનું બાળક ડૂબ્યું હતું. છગનભાઇ છીછરાની વાડીના કૂવામાં આ ઘટના બની હતી. કૂવામાં બાળક પડ્યું હોવાની ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી બાળકના મૃતદેહ શોધી બહાર લાવ્યા હતા. બાદમાં બાળકના મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકનું નામ વિશાલ ચંદુભાઈ નાયકા હતું અને તેની અંદાજીત ઉંમર બે વર્ષની હતી.