આગામી પાંચ વર્ષમાં ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચે 16 બિલિયન ડોલરનો વેપાર થશે
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ આગામી પાંચ વર્ષમાં ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે 16 બિલિયન ડોલરના વેપારનું લક્ષ્ય સાધવામાં આવ્યું છે. તેમ નવનિયુક્ત ન્યુઝિલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સનાં ચેરમેન સુધાંશુ મહેતાએ જણાવ્યું હતું.
ન્યૂઝિલેન્ડ અને ભારતના વેપારને વેગ મળે તે હેતુથી ન્યૂઝીલેન્ડ ખાતે ન્યૂઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સની રચના કરવામાં આવી છે. જેમાં ન્યૂઝિલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સ ઉપસ્થિત રહ્યા હતા. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલમાં કરોડો રૂપિયાનો વેપાર છે. જેમાં ફાર્મસી, IT, ટેક્સટાઇલ બાયોગેસ વુલ મુખ્ય છે. આગામી 5 વર્ષમાં આ વેપાર 16 બિલિયન ડોલર કરવાનો લક્ષ્યાંક સાધવામાં આવ્યો છે.
નવનિયુક્ત ચેરમેન જણાવ્યું હતું કે, ભારત માટે આ ગર્વની વાત છે કે ન્યૂઝિલેન્ડમાં ભારત ચેમ્બર ઓફ કોમર્સ શરૂ થયું છે. આ ચેમ્બરથી બંને દેશના વેપારને વેગ મળશે ટુરીઝમને વેગ આપવા માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા અંગે પણ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરે સૂચન કર્યું છે. ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થશે તો ટુરીઝમ પણ વધશે હાલમાં જ ભારતમાંથી એકસાથે 1100 લોકો ન્યૂઝિલેન્ નો પ્રવાસ કરી આવ્યા છે.