December 22, 2024

સુપ્રીમ કોર્ટની Youtube ચેનલ હેક; હેકર્સે લાઈવ કર્યો આવો વીડિયો

સુપ્રીમ કોર્ટની Youtube ચેનલ શુક્રવારના રોજ હેક થઈ ગઈ છે. તેના પર ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલ જાહેરાત દેખાડવામાં આવી રહી છે. જે અમેરિકાની કંપની રિપલ લૈબ્સ દ્વારા વિકસિત ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલ છે. હેક કરેયાલ ચેનલ પર એક બ્લેક વીડિયો પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. તેનું શીર્ષક ‘બ્રેડ ગાર્લંગહાઉસ: રિપલ એ એસઈસીના 2 બિલિયન ડોલરના દંડ પર પ્રતિક્રિયા આપી છે! એક્સઆરપી મૂલ્ય ભવિષ્યવાણી’ હતી.

સર્વોચ્ચ અદાલત બંધારણીય બેંચો સમક્ષ સૂચિબદ્ધ અને જાહેર હિત સાથે સંકળાયેલા કેસોની લાઇવ સુનાવણી સ્ટ્રીમ કરવા માટે YouTube નો ઉપયોગ કરે છે. તત્કાલિન CJI UU લલિતની અધ્યક્ષતામાં પૂર્ણ અદાલતની બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. આ હેઠળ સર્વોચ્ચ અદાલતે 2018 માં કેસ પરના મહત્વપૂર્ણ ચુકાદા પછી તમામ બંધારણીય બેંચની સુનાવણીની કાર્યવાહીને લાઇવ-સ્ટ્રીમ કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો: રાષ્ટ્રીય સ્તરે ‘સનાતન ધર્મ રક્ષણ બોર્ડ’ બનાવવાની પવન કલ્યાણની માગ

આ હુમલો ક્યાંથી થયો?
હેકર્સે સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ પર ક્યાંથી હુમલો કર્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. આની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. હાલમાં ઘણી તપાસ એજન્સીઓ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તપાસ બાદ જ ખબર પડશે કે આ હેકર્સે આ હુમલો ક્યાંથી કર્યો હતો.