Morbi : દયાનંદ સરસ્વતી જન્મજયંતી કાર્યક્રમમાં ટંકારા આવશે યોગી આદિત્યનાથ
મોરબીના ટંકારામાં સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મજયંતી પર ખાસ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવમાં રાજ્યપાલ, ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત દેશના રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મૂ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેશે. આ ઉપરાંત દેશભરમાંથી 25000 જેટલા આર્ય સમાજીઓ હાજર રહેશે. તા. 10 ફેબ્રૂઆરીથી તા. 12 ફેબ્રૂઆરી સુધી દયાનંદ સરસ્વતીને લઈને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે હાજર રહેશે.
કુરિવાજો સામે દેશભરમાં લડત આપીને આખા દેશને સાચા રસ્તા પર લઈ જનારા સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મ જયંતીને લઈને લડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્રણ દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં દેશ અને વિદેશથી પણ અનેક લોકો હાજર રહેવાના છે. આથી એ તમામની રહેવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. આર્ય સમાજ દ્વારા તમામ લોકો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા શહેરની ખાનગી અને સરકારી શાળાઓમાં કરવામાં આવી છે. આ ઉપરાંત ટંકારામાં દયાનંદ સરસ્વતીને લઈને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.