January 8, 2025

કબજિયાતની સમસ્યાથી છુટકારો લાવવા આ કરો ઘરેલું ઉપચાર

Constipation problem: આજના સમયમાં ખાવા પીવાનું ચેન્જ થઈ ગયું છે. જેના કારણે પેટની સંબંધિત સમસ્યામાં વધારો થયો છે. જેમાં ખાસ કરીને કબજિયાતની સમસ્યામાં વધારો થયો છે. કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે અમે તમારા માટે ઘરેલું ઉપચાર લઈને આવ્યા છીએ.

કિસમિસ ફાયદાકારક
કિસમિસ કબજિયાતની સમસ્યાથી રાહત અપાવવામાં કારગર માનવામાં આવે છે. જો તમારે સારું પરિણામ મેળવવું છે તો તમારે કિસમિસને આખી રાત પલાળીને રાખવાના રહેશે. આ પાણીને તમારે સવારે ને દૂધમાં ઉકાળીને તેનું સેવન કરવાનું રહેશે. રોજ સેવન કરશો તો તમે કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

આ પણ વાંચો:  આ ફળ અને શાકભાજીની છાલ તમારા ચહેરા પર લાવશે ગ્લો

બીલાનું શરબત પી શકો છો
આયુર્વેદ પ્રમાણે તમે બીલાનું શરબત પી શકો છો. જો તમે રોજ બીલાનું શરબત પીવો છો તો થોડા જ સમયમાં કબજિયાતની સમસ્યાને તમે દૂર કરી શકો છો. બીલાના શરબત તમારા સ્વાસ્થ્યને ઘણી સુધી સુધારવામાં મદદ કરી શકે છે.

જીરું
જીરું ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેનો ઉપયોગ પહેલાના સમયથી કરવામાં આવે છે. જીરાનું પાણી તમારે રોજ સવારે પીવું જોઈએ. જો તમે રોજ સવારે પીવો છો તો ધીરે ધીરે તમારું વજન ઉતરવા લાગશે. જો તમારે વધારે સારું પરિણામ જોઈતું હોય તો જીરાને તમારે શેકવાનું રહેશે. આ પછી તમારે તેમાં કાળું મીઠું નાંખવાનું રહેશે. હવે તમારા ગરમ પાણીમાં તમારે અડધી ચમચી નાંખવાની રહેશે. આવું કરવાથી તમારી કબજિયાતની સમસ્યા દૂર થશે.