IND vs BAN: ભારતે ટોસ હારતાં જ બદલાઈ ગયો ઈતિહાસ, 42 વર્ષ પછી બન્યું આવું
IND vs BAN, 1st Test: બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસેન શાંતોએ ગુરુવારે ચેન્નાઈમાં બે મેચની ટેસ્ટ સિરીઝમાં પ્રથમ ટેસ્ટમાં ભારત સામે ટોસ જીત્યો હતો. જેમાં પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
નવો ઈતિહાસ બન્યો
ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં 21 ટેસ્ટ મેચોમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લે 1982માં ટીમે અહીં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ 13 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી વચ્ચે ભારત સામે રમાયેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. આ મેચ ડ્રો રહી હતી.
🚨 Here's our Playing XI 🔽
Follow The Match ▶️ https://t.co/jV4wK7BOKA #TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/0WoiP87k7p
— BCCI (@BCCI) September 19, 2024
આ પણ વાંચો: IND vs BAN: વિરાટ કોહલી બનાવશે આ મોટો રેકોર્ડ
ત્રણ ફાસ્ટ બોલરો
ચેન્નાઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટની સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસેન શાંતોએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. બાંગ્લાદેશે 3 પેસરો સાથે જવાનો નિર્ણય કર્યો છે. ત્રણ ફાસ્ટ બોલરો ઉપરાંત બાંગ્લાદેશે બે સ્પિન ઓલરાઉન્ડરોને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા છે. ભારત 3 પેસર અને 2 સ્પિનરો સાથે પણ રમી રહ્યું છે.
🚨 Toss Update from Chennai
Bangladesh have elected to bowl against the @ImRo45-led #TeamIndia in the first #INDvBAN Test!
Follow The Match ▶️ https://t.co/jV4wK7BOKA @IDFCFIRSTBank pic.twitter.com/bbzAoNppiX
— BCCI (@BCCI) September 19, 2024
બંને ટીમોના પ્લેઇંગ-11
ભારતની પ્લેઈંગ ઈલેવન: વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.
બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન: મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, નાહીદ રાણા.