January 15, 2025

બિગ બોસ 16 ફેમ અબ્દુ રોઝિકની સગાઈ તૂટી ગઈ, જાણો કેમ

બિગ બોસ 16 ફેમ અબ્દુ રોઝિક સાથે જોડાયેલ એક માઠા સમાચાર સામે આવ્યા છે. જેના કારણે તેના ફેન્સને ઝટકો લાગી શકે છે. 3 ફુટના અબ્દુએ પોતાની સગાઈના 5 મહિના બાદ પોતાની મંગેતર સાથે સંબંધ તોડી નાંખ્યો છે. અબ્દુએ પોતે આ વિશે વાત કરતા આ પાછળનું કારણ જણાવ્યું છે.

અબ્દુ ઓઝિકે તેમ સગાઈ તોડી
અબ્દુ રોઝિકે આ વર્ષે 2024ના એપ્રિલ મહિનામાં સગાઈ કરી હતી. તેણે UAEના શારજાહની રહેવાસી 19 વર્ષીય અમીરા સાથે સગાઈ કરી હતી, જેની તસવીરો પણ અબ્દુએ શેર કરી હતી. તે પછીથી જ ફેન્સ તેના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. અબ્દુએ કહ્યું હતું કે, તે 7 જુલાઈના રોજ લગ્ન કરશે પરંતુ હવે તેનો અને તેની મંગેતરનો સંબંધ અદ્ધવચ્ચે જ તૂટી ગયો છે. તાજેતરમાં જ મીડિયા સાથે વાત કરતા અબ્દુએ આ વિશે જણાવ્યું છે.

અબ્દુએ કહ્યું,‘જેમ-જેમ અમારો સંબંધ આગળ વધ્યો, મારે કેટલાક સાંસ્કૃતિક ભેદભાવોનો સામનો કરવો પડ્યો. આથી અમારો નિર્ણય વધુ પ્રભાવિત થયો. મને આશા છે કે, યોગ્ય સમયે ફરીથી મને મારો પ્રેમ મળી જશે.’ અબ્દુએ આગળ કહ્યું,‘હું અવારનવાર કોઈને કોઈ મુશ્કેલી અને અડચણથી પસાર થાવ છું. આ માટે મારે એક એવા પાર્ટનરની જરૂર રહે છે, જે માનસિક રીતે મજબૂત હોય અને આગળના પ્રવાસ માટે મારો સાથ આપે માટે મારે મારો નિર્ણય બદલવો પડ્યો.’

તમને જણાવી દઈએ કે, અબ્દુના આ નિર્ણયથી તેના ફેન્સને જોરદાર ઝટકો લાગ્યો છે. કારણ કે તે તેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.