December 23, 2024

બાંગ્લાદેશ થયું માલામાલ, અમેરિકા બાદ હવે વર્લ્ડ બેન્ક કરશે 2 બિલિયન ડોલરની આર્થિક સહાય

World Bank Support to Bangladesh: વિશ્વ બેંકે મંગળવારે જાહેરાત કરી છે કે તે ચાલુ નાણાકીય વર્ષમાં બાંગ્લાદેશને 2 બિલિયન અમેરિકન ડોલરની વધારાની રકમની સહાયતા કરશે. આ બે બિલિયન યુએસ ડોલરની આ રકમનો ઉપયોગ બાંગ્લાદેશમાં મહત્વપૂર્ણ સુધારાઓ પૂરની સ્થિતિને પહોંચી વળવા, સારી હવાની ગુણવત્તા, આરોગ્ય સંભાળ અને માળખાકીય સુવિધાઓના મજબૂત વિકાસ માટે કરવામાં આવશે.

વિશ્વ બેંકના પ્રાદેશિક નિર્દેશક અબ્દુલાય સેકે મંગળવારે ઢાકામાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ સાથેની તેમની બેઠક દરમિયાન નવી સહાય પૂરી પાડવાનું વચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “વર્લ્ડ બેંક વચગાળાની સરકારના સુધારણા એજન્ડાને ટેકો આપવા માટે ચાલુ નાણાકીય વર્ષમાં બાંગ્લાદેશને તેનું ધિરાણ વધારવા માટે પ્રતિબદ્ધ છે.”

મુખ્ય સલાહકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી. યૂનુસે X પર લખ્યું, “SEC અનુસાર, વિશ્વ બેંક નિર્ણાયક સુધારા, પૂરની પ્રતિક્રિયા, સુધારેલી હવાની ગુણવત્તા અને આરોગ્ય સેવાઓને ટેકો આપવા માટે વર્તમાન નાણાકીય વર્ષમાં અંદાજે 2 બિલિયન ડોલરની વધારાની સહાય પૂરી પાડશે.”

આ પણ વાંચો: રાષ્ટ્રગીત દરમિયાન ઉભા ન થયા અફઘાનિસ્તાનના અધિકારીઓ… લાલઘૂમ થયા પાકિસ્તાનીઓ

આ પહેલા અમેરિકાએ પણ બાંગ્લાદેશને 200 મિલિયન ડોલરની સહાય આપી હતી. બાંગ્લાદેશના નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, તે આ નાણાંનો ઉપયોગ યુવાનોના કલ્યાણ, સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારો કરવા અને વ્યવસાયની તકો વધારવા માટે કરશે.