September 20, 2024

વોટ્સએપમાં હવે તમે થઈ ગયા સેફ, આવી ગયું નવું ફિચર

WhatsAppને દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. WhatsApp પણ તેના યુઝર્સ માટે નવા નવા ફિચર સતત લાવી રહ્યું છે. 15 વર્ષ પહેલા WhatsAppને લોન્ચ કરવામાં આવી હતી. જે બાદથી કંપની તેના યુઝર્સ માટે સતત નવા ફિચર લાવી રહી છે. ફરી એક વાર નવું ફિચર આવી રહ્યું છે. જેનું ફિચર બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. સાયબર ક્રાઈમના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને વોટ્સએપ અલગ અલગ ફિચર પર કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો: Jioના આ બે રિચાર્જ પ્લાન છે લોકોના ફેવરિટ

મોબાઈલ નંબર વગર વોટ્સએપ
વોટ્સએપમાં ઘણા ગ્રુપ હોય છે. તમે તે વ્યક્તિને ઓળખતા નહીં હોવ પરંતુ તેમના નંબર તમને ગ્રુપમાંથી મળી જશે. હવે વોટ્સએપમાં નવું ફિચર આવી રહ્યું છે. જેમાં તમે ગ્રુપના કોઈપણ સભ્યનો ફોન નંબર જાણી શકશો નહીં. તેની જગ્યાએ તમે ગ્રુપ મેમ્બરનું યુઝરનેમ જોશો.

નહીં કરી શકે ફોન
આ ફીચરના રોલઆઉટ બાદ તમે વોટ્સએપ યુઝર્સને યુઝરનેમથી ઓળખી શકશો. પહેલા તો તમને નંબર પણ જોવા મળતો હતો. WhatsApp ભારતમાં UPI સેવા પણ આપી રહ્યું છે. આ નવી પ્રાઈવસી ફિચર યુઝરને તેનાથી બચાવવામાં મદદ કરી શકે છે. આ ફિચર આવતાની સાથે સાયબર ક્રાઈમના કેસમાં મોટો ઘટાડો થઈ શકે છે.