December 23, 2024

રોહિત-વિરાટ ટેસ્ટ સિરીઝ માટે છે તૈયાર, વીડિયો કર્યો શેર

India vs Bangladesh 1st Series: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ 19 સપ્ટેમ્બરના રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઇનલમાં પહોંચવાના દૃષ્ટિકોણથી ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટ સિરીઝ ખૂબ જ ખાસ રહેવાની છે. પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વચ્ચે BCCI એ ભારતીય ખેલાડીઓના ટ્રેનિંગ સેશનનો પહેલો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો છે.

રોહિત-વિરાટે પ્રેક્ટિસ કરી
આ વીડિયો BCCIએ શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા પણ બોલિંગ કરી રહ્યા હતા. આ સાથે ગૌતમ કેપ્ટન રોહિત શર્મા સાથે ચર્ચા કરી રહ્યા હતા. ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમા રમ્યો નહોતો. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં તે વાપસી કરી ચૂક્યો છે.

આ પણ વાંચો: ડાયમંડ લીગ ફાઇનલમાં નિરજ ચોપરા રહ્યો બીજા સ્થાને

મેચમાં જીત પ્રાપ્ત કરી નથી
તમને જણાવી દઈએ કે પંત કાર અકસ્માત બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. અકસ્માત બાદ તે પોતાની પ્રથમ ટેસ્ટ રમવા માટે તૈયાર છે. IPLમાં RCB ટીમનો હિસ્સો રહેલા યશ દયાલને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં તક મળી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં ટોટલ 13 ટેસ્ટ મેચ રમાઈ હતી. જેમાં ટીમ ભારતની 11 મેચમાં જીત અને 2 મેચ ડ્રો રહી હતી. મહત્વની વાત એ છે કે બાંગ્લાદેશની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા સામે આજ સુધી એક પણ મેચમાં જીત પ્રાપ્ત કરી નથી.