December 18, 2024

EDએ લાલુ યાદવને 5 કલાકમાં એવા કર્યા સવાલ કે છૂટી ગયો પરસેવો

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવ આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ પૂછપરછ માટે હાજર થયા છે.  EDએ લાલુ પ્રસાદ અને તેમના પુત્ર તેજસ્વી યાદવને કથિત રેલ્વે નોકરી-જૂઠાણું અને જમીન કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પટના ઓફિસમાં બોલાવામાં આવ્યા હતા. લાલુ પ્રસાદને આજે એટલે કે 29મી જાન્યુઆરી 2024 અને તેજસ્વીને 30 જાન્યુઆરી 2024 બોલાવવામાં આવ્યા છે.

નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા
લાલુ પ્રસાદ, રાબડી દેવી અને તેજસ્વી યાદવને ઓક્ટોબરમાં CBI કેસમાં નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા છે. સીબીઆઈએ આપેલી માહિતી અનુસાર નિમણૂક માટે કોઈ જાહેરાત જારી કરવામાં આવી ન હતી, પરંતુ જબલપુર, મુંબઈ, જયપુર ,કોલકાતા, અને હાજીપુરમાં વિવિધ ઝોનલ રેલવેમાં અન્ય ઉમેદવારોની જગ્યાએ પટનાના કેટલાક રહેવાસીઓની નિમણૂક કરાઈ હતી. સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે ઉમેદવારોએ સીધા અથવા તેમના પરિવારના સભ્યો દ્વારા પ્રસાદના પરિવારના સભ્યોને પ્રવર્તમાન બજાર દરના ચોથા ભાગથી પાંચમા ભાગના રાહત દરે જમીન વેચી હતી.

આ પણ વાચો: નીતિશ કુમારે સાંસદોને બોલાવ્યા નિવાસસ્થાને, 12 વાગ્યાથી યોજાશે મોટી બેઠક

બિહારના ડેપ્યુટી સીએમએ શું કહ્યું?
લાલુ પ્રસાદ યાદવને EDના સમન પર બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ નિવેદન આપ્યું છે અને કહ્યું કે જ્યારે તેઓ મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે શું કર્યું હતું તે જનતા જાણે છે. દેશની જનતા જાણે છે કે આ કોણ ભ્રષ્ટાચારીઓ છે. વઘુમાં કહ્યું કે ભ્રષ્ટાચાર તેમના માટે રત્ન સમાન છે. વાસ્તવમાં, 2004 થી 2009 વચ્ચે, આરજેડી પ્રમુખ લાલુ યાદવ મનમોહન સિંહની સરકારમાં રેલ્વેપ્રધાન હતા. આ સમયગાળા દરમિયાન તેમની ઉપર મોટા આરોપો લગાવવામાં આવ્યા છે. આરોપ છે કે લાલુએ ઉમેદવારોને નોકરીના બદલામાં પોતાના પરિવારના નામે જમીન અને ફ્લેટ અપાવવા માટે મેળવ્યા હતા. EDની ચાર્જશીટ મુજબ 2004-2009 વચ્ચે લાલુ યાદવે રેલવેના અલગ-અલગ ઝોનમાં ગ્રુપ Dની પોસ્ટ પર ખોટી નિમણૂંકો કરી હતી. નોકરીના બદલામાં તેણે જમીન તેના પરિવારના સભ્યો અને એકે ઈન્ફોસિસ્ટમ પ્રાઈવેટ લિમિટેડને ટ્રાન્સફર કરી હતી.

5 કલાક પૂછપરછ કરવામાં આવી
પટના ED ઓફિસમાં લેન્ડ ફોર જોબ્સ કેસમાં લાલુ યાદવની લગભગ 5 કલાક પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન CRPFના 15 જવાનો ED ઓફિસની અંદર પહોંચ્યા હતા. બહાર સુરક્ષા વધારવામાં આવી છે. લાલુના સમર્થકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

આ પણ વાચો: NDAની આજથી કેરળમાં એક મહિનાની ‘ભારત જોડો યાત્રા’