December 27, 2024

પુતિને ઉઠાવ્યું એટલું મોટું પગલું, યુકેને હચમચાવી નાખ્યું

Moscow: રશિયાએ દેશની જાસૂસીના આરોપમાં 6 બ્રિટિશ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હોવાનું સામે આવ્યું છે. જેનાથી બ્રિટનને મોટો ફટકો પડ્યો છે. રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસે શુક્રવારે 6 બ્રિટિશ રાજદ્વારીઓ પર જાસૂસીનો આરોપ મૂક્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે કહેવામાં આવ્યું કે તેમને આપવામાં આવેલી તમામ માન્યતા પાછી ખેંચી લેવામાં આવશે.

દસ્તાવેજો મળી આવ્યા
રશિયનના એક સ્થાનિક મીડિયાએ કહ્યું કે સુરક્ષા સેવાના અધિકારીને લઈને કહ્યું છે કે 6 બ્રિટિશ રાજદ્વારીઓને હાંકી કાઢવામાં આવશે. FSBએ દાવો કર્યો હતો કે તેને આ સંબંધમાં દસ્તાવેજો મળ્યા છે. FSB દ્વારા મેળવેલા દસ્તાવેજો જણાવે છે કે તેઓ UK વિદેશ મંત્રાલયના એક વિભાગ દ્વારા મોકલવામાં આવ્યા હતા. જેનું પ્રાથમિક કાર્ય આપણા દેશને વ્યૂહાત્મક રીતે પરાજય આપવાનું હતું.

આ પણ વાંચો: પરમાણુ હથિયારોનો ભંડાર બનાવી રહ્યું છે ઉત્તર કોરિયા, ગુપ્ત યુરેનિયમ ઉત્પાદન કેન્દ્રની તસવીરો સામે આવી

વિનંતીનો તરત જ જવાબ આપ્યો
રશિયાનું આ પગલું અમેરિકા અને બ્રિટને યુક્રેનને 1.5 અબજ ડોલરની સહાય મોકલવાના વચનના બે દિવસ બાદ કરવામાં આવ્યું છે. બીજી બાજૂ યુક્રેનના અધિકારીઓએ રશિયાના ઊંડા આંતરિક વિસ્તારોને નિશાન બનાવવા માટે પશ્ચિમી દેશો પાસેથી પ્રાપ્ત મિસાઇલોનો ઉપયોગ કરવાનું વચન આપ્યું છે. મોસ્કોમાં બ્રિટીશ એમ્બેસીએ ટિપ્પણી માટે એસોસિએટેડ પ્રેસની વિનંતીનો તરત જ જવાબ આપ્યો ન હોવાનું સામે આવ્યું છે.