January 5, 2025

200 કિલો ગાંજો પકડવા મામલે આંતરરાષ્ટ્રીય ગેંગના નેટવર્કનો ખુલાસો

મિહિર સોની, અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચે પકડેલ 200 કિલો ગાંજા કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ગાંજાની હેરાફેરી જેલમાં બેસીને આંતરરાષ્ટ્રીય ગેંગનો ખૂંખાર આરોપી શિવા મહાલિંગમ નેટવર્ક ચલાવી રહ્યો હોવાનુ સામે આવ્યું છે. ગાંજાનો જથ્થો પકડાતા લાજપોર જેલમાં તપાસ કરતા એક મોબાઈલ ફોન મળી આવ્યો. આ ટોળકી વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો નોંધવાની તજવીત હાથ ધરવામાં આવી છે.

તાજેતરમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વટવા GIDC માંથી ઓડિશાથી આવેલ 200 કિલો ગાંજાના જથ્થા સાથે 7 આરોપીની ધરપકડ કરી હતી. આરોપી ના રિમાન્ડ દરમિયાન તપાસમાં સામે આવ્યું કે આ ગાંજા ની હેરાફેરી સુરતની લાજપોર જેલમાંથી થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આંતરરાષ્ટ્રીય ગેંગનો ખૂંખાર આરોપી શિવા મહાલિંગમ જેલમાંથી ફોન કરી ને ગાંજા ની હેરાફેરી નું નેટવર્ક ચલાવી રહ્યો છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપી શિવા મહાલીંગમ ફોન કરી ગાંજા ની ખરીદી કરી અને કોને કોને ડિલિવરી કરવાનું તમામ કામ જેલમાં બેસીને ફોન પર ચલાવી રહ્યો છે. જે ફોન થી વાતચીત કરતા અને પકડાયેલ આરોપી સાથે ફોન પર વાત કરતા પુરાવા ક્રાઇમ બ્રાન્ચે મેળવ્યા છે ત્યારે ગાંજા નો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે પકડી લેતા આરોપી શિવા એલર્ટ થઈ ગયો હતો અને ફોન તેને ગટર ફેંકી દીધો હતો પણ આ નેટવર્ક ની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરતની લાજપોર જેલમાં જાણ કરતા આરોપી શિવા મહાલિંગમ નજીક રહેલી એક ગટર માં ફોન મળી આવ્યો છે જે મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

ક્રાઇમ બ્રાન્ચ ની તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાની ડિલિવરી કરવા માટે પકડાયેલ આરોપી મણીગડન મુદલિયાર,કુમાર અરુણ પાંડે સાથે જેલમાં બેઠેલ શિવા મહાલિંગમ સાથે સંપર્ક મા હતા. જેના આધારે આરોપી શિવા પકડાયેલા આરોપીઓને કહે ત્યાં ગાંજાની ડિલિવરી કરતા હતા. એટલું જ નહિ ઓડિશા થી કોણ ગાંજા જથ્થો આપશે તે તમામ નક્કી આરોપી શિવા મહા લિંગમ કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે શંકા છે જેલમાં ચાલતા ગાંજાના નેટવર્કમાં જેલમાં રહેલ અન્ય આરોપી ની સંડોવણી સામે આવી શકે છે.

નોંધનીય છે કે અગાઉ જેલમાં આરોપી શિવા સાથે રહેલા આરોપી ને આ નેટવર્કમાં રાખતો હોવાનું પોલીસને અનુમાન છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય આરોપી મણીગડન અમદાવાદના હાથીજણ નો રહેવાસી છે. જેણે આરોપી સંજય અને સુશાંત મારફતે ઓડિશા થી ગાંજો મંગાવેલ હતો. આરોપી કુમાર અરુણ એ સંજય અને સુશાંત જે ત્રણેય જાણ ઓડિશા નાં રહેવાસી છે. તેઓ ઓડિશા થી આરોપી અજય અને લાંબા ગોડા ટ્રકમાં મોટા બારદાન ની આડમાં પાવડર સ્વરૂપમાં ગાંજો પેકેટ માં પેકિંગ કરીને લાવ્યા હતા.

જેલમાં બેસીને ગાંજા નું નેટવર્ક ચલાવતો કુખ્યાત આરોપી શિવા મહા લિંગમ વિરુદ્ધ 25 થી વધુ ગુના નોંધાઈ ચુક્યા છે. ત્યારે થોડા સમય પહેલા જ સુરેન્દ્રનગર ખાતે 107 કિલો ચાંદીની ધાડના ગુનામાં કુખ્યાત શિવા મહાલિંગમ અને તેનો સાગરીત ધરપકડ કરતા સુરત જેલમાં છે ત્યારે આરોપી શિવા એ અમદાવાદ કાફેના માલિકની હત્યા કાવતરું ધડ્યું હતું તે પહેલા સુરત ક્રાઈમ બ્રાંચે 2 પિસ્ટલ તથા 10 કાર્ટિઝ સાથે ઝડપી પાડયો હતો.