December 23, 2024

સપ્તાહના અંતિમ દિવસે બજાર લાલ નિશાનમાં બંધ થયું, 32 પોઇન્ટના ઘટાડા સાથે બંધ

Share Market Closing 13th Sep, 2024: ભારતીય શેરબજાર ગુરુવારે તીવ્ર ઉછાળા સાથે બંધ થયું અને શુક્રવારે શરૂઆતથી અંત સુધી નિશાનમાં બંધ થયું હતું. સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે BSE સેન્સેક્સ 71.77 પોઈન્ટના ઘટાડા સાથે 82,890.94 પોઈન્ટ , નિફ્ટી 32.40 પોઈન્ટના ઘટાડા સાથે 25,356.50 પોઈન્ટ પર બંધ થયો હતો.

32 કંપનીઓના શેર ઘટ્યા
શુક્રવારે સેન્સેક્સની 30માંથી 11 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. 19 કંપનીઓ એવી છે જેના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. આ સાથે નિફ્ટી 50ની 50 કંપનીઓમાંથી 18 કંપનીઓના શેર ઉછાળા સાથે બંધ થયા હતા. આ સાથે 32 કંપનીઓના શેર નુકસાન સાથે બંધ થયા હતા.

આ પણ વાંચો: અંબુજા સિમેન્ટે 7 કરોડના ‘મજબૂત’ શેર વેચવા કાઢ્યાં, ડિલ પ્રાઈસ જાહેર કરી

બજાજ ફિનસર્વના શેર
શુક્રવારે બજાજ ફિનસર્વનો શેર 2.36 ટકાના વધારા સૌથી વધુ બંધ રહ્યો હતો. આ સિવાય ટાટા સ્ટીલના શેર 1.02 ટકાના વધારા સાથે, બજાજ ફાઇનાન્સના શેર 2.25 ટકાના વધારા સાથે, ઇન્ડસઇન્ડ બેન્કના શેર 1.18 ટકાના વધારા સાથે બંધ થયા હતા. ટાટા મોટર્સ, એચસીએલ ટેક, એક્સિસ બેન્ક, ટેક મહિન્દ્રા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, નેસ્લે ઈન્ડિયાના શેર લીલા રંગમાં બંધ થયા હતા સેન્સેક્સમાં લિસ્ટેડ અદાણી પોર્ટ્સના શેરમાં આજે સૌથી મોટો અને વધુ ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી પોર્ટ્સનો શેર આજે 1.38 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.