PM મોદીના હસ્તક્ષેપ બાદ રશિયન સેનામાં ફસાયેલા 45 ભારતીયોને મુક્ત કરાયા
નવી દિલ્હી: રૂસી સેનામાં ફસાયેલા 45 ભારતીયોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ બાદ મુક્ત કરી દેવામાં આવ્યા છે. ભારતીય વિદેશ મંત્રાયલે કહ્યું કે, 45 ભારતીયોને રૂસી સેનાથી કાર્યમુક્ત કરાવી દેવાયા છે અને ખુબ જ જલ્દી લગભગ 50 અન્ય ભારતીય લોકોને પણ સ્વદેશ પરત લાવવાનો પ્રયાસ ચાલી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયાને બ્રીફિંગ કરતી વખતે જણાવ્યું હતું કે જુલાઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યા બાદ 45માંથી 35 ભારતીયોને રાહત મળી છે.
રશિયન સૈન્યમાં ભારતીયોની ભરતીનો મુદ્દો ભારત-રશિયા સંબંધોમાં એક વળાંક તરીકે ઉભરી આવ્યો છે. પીએમ મોદીએ જુલાઈમાં રશિયાની મુલાકાત દરમિયાન મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથેની વાતચીત દરમિયાન રશિયન સેનામાં સેવા આપતા ભારતીય નાગરિકોની વહેલી રાહતનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો. આ પછી રશિયાના રાષ્ટ્રપતિએ તેમના સૈન્ય અધિકારીઓને આ કામ ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: 177 દિવસ બાદ અરવિંદ કેજરીવાલ જેલની બહાર આવશે, સુપ્રીમ કોર્ટે આપી રાહત
અન્ય યુવાનો પણ ટૂંક સમયમાં પાછા આવશે
ભારતીય યુવાનોને સારી નોકરીની ઓફર કરીને કબૂતરબાજો રશિયા લઈ ગયા હતા, ત્યારબાદ તેમને રશિયન આર્મીમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યા હતા. જ્યારે ઘણા ભારતીય યુવાનોએ પોતાનો વીડિયો શેર કરીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું ત્યારે આ મુદ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો હતો. આ પછી તેમને મુક્ત કરવાની પહેલ શરૂ કરવામાં આવી હતી.
જયસ્વાલે કહ્યું કે છ ભારતીયો બે દિવસ પહેલા પરત ફર્યા છે અને ઘણા જલ્દી જ સ્વદેશ પરત ફરશે. જયસ્વાલે કહ્યું, “રશિયન આર્મીમાં 50 થી વધુ ભારતીય નાગરિકો હજુ પણ સેવા આપી રહ્યા છે, જેમને અમે શક્ય તેટલી રાહત આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.