January 22, 2025

177 દિવસ બાદ અરવિંદ કેજરીવાલ જેલની બહાર આવશે, સુપ્રીમ કોર્ટે આપી રાહત

દિલ્હી: એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બે અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. પ્રથમ અરજી પર કોર્ટે સીબીઆઈની ધરપકડને માન્ય ગણાવી હતી. બીજી અરજી પર ચુકાદો આપતાં બોર્ડે કેજરીવાલને જામીન આપ્યા હતા. ખરેખરમાં કેજરીવાલે તેમની ધરપકડ અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા જામીન નકારવાને પડકારતી બે અલગ-અલગ અરજીઓ દાખલ કરી હતી.

જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે બંને અરજીઓ પર ચુકાદો આપ્યો હતો. આ બેંચમાં જસ્ટિસ ઉજ્જવલ ભુઈંયા પણ સામેલ છે. બેન્ચે 5 સપ્ટેમ્બરે કેજરીવાલની અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સીબીઆઈએ 26 જૂને આ કેસમાં આમ આદમી પાર્ટી (આપ)ના વડાની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Haryana Elections: BJPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, 40 નેતાઓના નામ

તમને જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલને સીબીઆઈ એ 26 જૂનનો રોજ અરેસ્ટ કર્યા હતા. દિલ્હીના સીએમ આ ધરપકડને અવૈધ જણાવતા જમાનત માટે અરજી કરી હતી. 5 સપ્ટેમ્બરે થયેલી સુનાવણીમાં કોર્ટે પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. તમને જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલ ઈડીના મામલામાં સુપ્રીમ કોર્ટે 12 જુલાઈના રોજ જામીન આપ્યા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અંતે જેલ મુક્તિ થઈ છે. CBIના કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. જામીન અરજી પર સુનાવણી થયા બાદ સુરક્ષિત રહેલો ચુકાદો આજે આવ્યો છે. આમ હવે 177 દિવસ બાદ અરવિંદ કેજરીવાલ જેલની બહાર આવશે.