December 27, 2024

લિટન દાસ બોલથી કેમ ડરે છે?

India vs Bangladesh Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થવાની છે. આ વચ્ચે બાંગ્લાદેશના બેટ્સમેન લિટન દાસે ચિંતા વ્યક્ત કરી હતી. તે રોહિત શર્મા કે વિરાટ કોહલી જેવા બેટ્સમેનથી નહીં, પરંતુ બોલથી ડરતો હોય છે. આખરે લિટન દાસ બોલથી કેવી રીતે ડરે છે? આવો જાણીએ.

રમવું થોડું મુશ્કેલ
ભારતમાં ટેસ્ટ ક્રિકેટ માટે SG બોલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ જેમ કૂકાબુરા બોલ જૂનો થાય છે, તે બેટ્સમેનને ઓછી તકલીફ આપતો હોય છે. તો બીજી બાજૂ એસજી બોલમાં ઊલટું હોય છે. SG બોલ સામે રમવું થોડું મુશ્કેલ હોય છે. જેના કારણે  લિટન દાસ બોલથી ડરે છે. થોડા જ દિવસે બાંગ્લાદેશે પાકિસ્તાનને તેના ઘરે 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું. હવે બાંગ્લાદેશની ટીમ ઈન્ડિયાની ટીમને હરાવવા માટે એકદમ તૈયાર જોવા મળી રહી છે.

આ પણ વાંચો: IND vs BAN ટેસ્ટ સિરીઝને લઈને બાંગ્લાદેશ ટીમની જાહેરાત, આ નવા ખેલાડીને મળી તક

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા
કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર),રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ , કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ અને યશ દયાલ.