December 26, 2024

શું ફરી થશે રિચાર્જ મોંઘા?

Phone Recharge: જુલાઈના મહિનામાં Airtel, Jio અને Vi (Vodafone-Idea) પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા હતા. રિચાર્જ પ્લાન મોંઘા કરતાની સાથે યુઝર્સના ખિસ્સા પરનો બોજ 25 ટકા વધી ગયો છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ફરી રિચાર્જ પ્લાન મોંઘા થઈ શકે છે. ફરી એક વાર અને બહુ ઓછા મહિનામાં ટેલિકોમ કંપનીઓ ર યુઝર્સને ચોંકાવી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તેનું કારણ ટ્રાઈની નવી પોલિસી કહેવામાં આવી રહી છે.

ટ્રાઈની નવી પોલિસી શું છે?
ટેલિકોમ રેગ્યુલેટર (TRAI) એ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT)ને ફેક કોલ અને મેસેજને લઈને નવી પોલિસી લાવવાનું છે. આ પોલિસી 1 ઓક્ટોબર, 2024થી અમલમાં આવી જશે. કહેવામાં આવી રહ્યું છે કે TRAIની આ નવી નીતિનું પાલન ન કરનાર ટેલિકોમ કંપનીઓ પર ભારે દંડ લાદવામાં આવી શકે છે. TRAI એ ટેલિકોમ વિભાગને નિર્દેશ આપ્યો છે કે તે ટેલિકોમ કંપનીઓ પર ભારે દંડ વસૂલ કરે જે ફેક કોલ અને મેસેજને રોકવામાં જો નિષ્ફળ રહે છે.

આ પણ વાંચો: Jioએ લોન્ચ કર્યો સસ્તો 4G ફોન, UPI પણ કરશે કામ

તેની શું અસર થશે?
ટેલિકોમ વિભાગ ટેલિકોમ કંપનીઓના લાઇસન્સ રદ કરવાને બદલે ભારે દંડ વસૂલવામાં આવી શકે છે. આ જોઈને કહી શકાય કે કંપનીઓ પર વધારાનો બોજ આવી શકે છે. કંપની પર બોજ આવશે એટલે તે બોજ વપરાશકર્તાઓ પાસેથી વસૂલ કરી શકે છે. તાજેતરમાં રિચાર્જ પ્લાન મોંઘા કરવામાં આવ્યા છે અને ફરીથી પ્લાન મોંઘા થઈ શકે છે. જો ટેલિકોમ કંપનીઓએ દંડ ભરવો પડશે, તો તે તેમના ARPUને અસર કરશે અને રિચાર્જ પ્લાન મોંઘા થઈ શકે છે.