December 23, 2024

યશસ્વી અને રોહિત IND v BAN સિરીઝમાં તોડી શકે છે આ સૌથી મોટો રેકોર્ડ

IND v BAN: ભારત અને બાંગ્લાદેશની ટીમ 19 સપ્ટેમ્બરના ચેન્નાઈમાં આમને સામને ટકરાશે. આ સિરીઝમાં રોહિત અને યશસ્વી જયસ્વાલ ઈતિહાસ રચી શકે છે. ભારતીય ક્રિકેટ ચાહકો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીમ ભારત લાંબા વિરામ બાદ હવે એક્શનમાં જોવા મળશે. રોહિત, ગિલ, , યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી મેદાનમાં ફરી ઉતરશે.

જવાબદારી સોંપવામાં આવી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાવાની છે. આ પહેલા ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. રોહિત અને યશસ્વી જયસ્વાલને ભારતીય ઇનિંગ્સની ઓપનિંગ જોડીની જવાબદારી સોંપવામાં આવી છે. આ મેચમાં તમામની નજર ઓપનિંગ જોડી પર રહેવાની છે. આ બંને ખેલાડીઓ છેલ્લા 2 વર્ષથી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ખેલાડીએ CPLમાં મચાવી તબાહી, 19 બોલમાં 52 રન

બેટ્સમેનને પાછળ છોડવાની તક
રોહિતને આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 રન પૂરા કરવા માટે 10 રનની જરૂર છે. રોહિતે આ વર્ષે 20 મેચોમાં ત્રણ સદી અને 6 અડધી સદીની મદદથી 45ની એવરેજથી 990 રન બનાવ્યા છે.વર્ષ 2024માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની વાત કરવામાં આવે તો પથુમ નિસાંકા- 1135 રન, કુસલ મેન્ડિસ- 1111 રન, યશસ્વી જયસ્વાલ- 1133 રન, રોહિત શર્મા- 990 રન , જો રૂટ- 986 રન આ ખેલાડીઓએ બનાવ્યા છે. હવે જોવાનું રહ્યું કે ભારત અને બાંગ્લાદેશની મેચમાં કયો ખેલાડી ટોચ પર પહોંચવામાં સફળ થાય છે.