January 15, 2025

આદુવાળી ચા પીતા હોવ તો જાણી લો નુકસાન

Ginger Tea: ભારતમાં ચા ને ચાહનારા ઘણા બધા છે. મોટા ભાગના લોકોની આદુ વાળી ચા પીવી ખૂબ પસંદ હોય છે. પરંતુ તમને ખબર છે આદુ વાળી ચા પીવાના ગેરફાયદાઓ ઘણા બધા છે. જાણો વધુ પડતી આદુની ચા પીવાથી આડઅસર શું થાય છે.

આદુવાળી ચા પીવાના ગેરફાયદા

એલર્જી થઈ શકે
ઘણી વખત લોકોને અમુક ખાદ્યપદાર્થોથી એલર્જી થવાની સંભાવનાઓ વધી જતી હોય છે. જે લોકોને એલર્જી હોય છે તે લોકોએ આદુની ચા પીવી જોઈએ નહીં. આદુવાળી ચા પીવાના કારણે ત્વચા પર ખંજવાળ, ફોલ્લીઓ અને સોજો આવી શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન ન પીવો
ગર્ભાવસ્થા દરમિયાન આદુની ચા વધારે પીવી નુકસાનકારક છે. આદુ વાળી ચા પીવાના કારણે પેટમાં ગરમી થઈ જાઈ છે. જેના કારણે ગેસની એસિડિટીની સમસ્યા થઈ શકે છે. આદુનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં રહેલ બાળકને નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો: જો તમે કોથમીરની ચટણી ખાઈને કંટાળી ગયા હોવ તો આ મસાલેદાર ચટણી કરો ટ્રાય

લોહીને પાતળું બનાવી દે છે
આદુ કુદરતી લોહીને પાતળા કરવાનું કાર્ય કરે છે. આવી સ્થિતિમાં જે લોકોનું લોહી પહેલેથી જ પાતળું હોય છે તેને આદુની ચા પીવાથી નુકસાન થઈ શકે છે. જેના કારણે આદુવાળી ચા પીવાનું ટાળવું જોઈએ.

પેટમાં એસિડ વધી શકે છે
દિવસમાં 1-2 કપ હળવા આદુની ચા પીવાથી કંઈ ખાસ નુકસાન થયું ના હતું. જો તમે વધારે આદુવાળી ચા પીવો છો તો તમારા પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે. પેટ સંબંધિત સમસ્યા જેને થતી હોય તે લોકોએ આદૂની ચા પીવાનું ટાળવું જોઈએ.

બ્લડ પ્રેશર
જો તમારું બીપી ઓછું રહે છે તો આદુની ચાનું સેવન કરવાનું તમારે ટાળવું જોઈએ. આદુમાં એવા તત્વો હોય છે જે બ્લડ પ્રેશર ઘટાડી દે છે. જો તમને પણ લો બીપીની સમસ્યા છે તો આદૂ વાળી ચા પીવાનું ટાળવું જોઈએ.