News 360
Breaking News

ઉધમપુરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, જૈશ-એ-મોહમ્મદના 4 આતંકીઓ ઘેરાયા

Encounter: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના બસંતગઢ વિસ્તારમાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. માહિતી અનુસાર, જૈશ-એ-મોહમ્મદ (JeM) આતંકવાદી જૂથના 4 ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ આ વિસ્તારમાં ફસાયેલા છે. સુરક્ષા દળોએ તેમને ઘેરી લીધા છે.

આ મામલાની માહિતી આપતા સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું કે વિશેષ ગુપ્ત માહિતીના આધારે કઠુઆમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને કઠુઆ-બસંતગઢ બોર્ડર પર આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને બંને તરફથી કેટલાક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ 2019ના પુલવામા બોમ્બ વિસ્ફોટ સહિત દેશમાં ઘણા ઘાતક હુમલાઓ માટે જવાબદાર છે.