January 7, 2025

Jioએ લોન્ચ કર્યો સસ્તો 4G ફોન, UPI પણ કરશે કામ

JioPhone Prima 2 4G: દિવાળી પહેલા Jio એ વધુ એક મોટો ધમાકો કરી દીધો છે. કંપનીએ યુઝર્સ માટે વધુ એક સસ્તો ફોન લોન્ચ શેર કર્યો છે. જે UPI સપોર્ટ સાથે આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે Jioનો આ 4G ફીચર ફોન JioPhone Prima 2 ના નામથી લોન્ચ કરવામાં આવ્યો છે. JioPhone Prima 4Gને ગયા વર્ષના લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં સેલ્ફી કેમેરા, વીડિયો કૉલિંગ, UPI પેમેન્ટ, સોશિયલ નેટવર્કિંગ એપ્સ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. હવે આ ફોનમાં પણ ઘણા નવા નવા ફીચર્સ મળવાના છે.

કિંમત કેટલી છે?
JioPhone Prima 2 માં, કંપનીએ લેધર જેવું ફિનિશિંગ આપવામાં આવ્યું છે. આ ફોનની કિંમતની વાત કરવામાં આવે તો 2,799 રૂપિયા છે. જો તમારે પણ આ ફોન લેવાનો વિચાર છે તો તમે Amazon તેમજ JioMart અને Reliance Digital પરથી ખરીદી શકો છો. આ ફોનના રંગની વાત કરવામાં આવે તો હાલમાં બ્લુ રંગમાં તમને મળી જશે.

આ પણ વાંચો: આ કારણોને લીધે MS ધોનીએ IPL 2025 પહેલા નિવૃત્તિ લેવી જોઈએ!

JioPhone Prima 2 4G ના ફીચર્સ
Jioના આ સસ્તા ફીચર ફોનમાં 2.4 ઇંચની QVGA કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનના ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 320 x 240 પિક્સલ આપવામાં આવ્યું છે. સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો આ ફોનમાં આગળના ભાગમાં 0.3MP સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. જેનો ઉપયોગ તમે વીડિયો કોલ કરવામાં કરી શકો છો. આ કેમેરા દ્વારા QR કોડ સ્કેન કરીને UPI પેમેન્ટ પણ તમે કરી શકો છો. આ સાથે આ ફોનમાં ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ સપોર્ટ કરે છે.