September 20, 2024

મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ખેલાડીએ CPLમાં મચાવી તબાહી, 19 બોલમાં 52 રન

Kieron Pollard: એક બાદ એક સિક્સર મારનાર ખેલાડીની વાત કરવામાં આવે તો પહેલા પોલાર્ડનું નામ પહેલા આવે છે. જ્યારે તે સિક્સર મારે છે ત્યારે દેશની સાથે દુનિયાના ક્રિકેટ ચાહકોમાં તેની ચર્ચા થવા લાગે છે. ભલે પોલાર્ડ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતા જોવા નથી મળતો, પરંતુ તે હજુ પણ T20 લીગમાં શાનદાર પ્રદર્શનમાં જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સીપીએલમાં સેન્ટ લુસિયા કિંગ્સ અને ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલ મેચ દરમિયાન પોલાર્ડનો જાદુ જોવા મળ્યો હતો. 19 બોલમાં તો તેણે હંગામો મચાવી દીધો હતો. તેણે ઇનિંગ દરમિયાન એક પણ ચોગ્ગો માર્યો હતો નહીં ઓનલી સિક્સર જ ફટકારી હતી.

પોલાર્ડે યાદગાર ઇનિંગ રમી
ટ્રિનબેગો નાઈટ રાઈડર્સના કેપ્ટન પોલાર્ડે સેન્ટ લુસિયા કિંગ્સ સામે એવી શાનદાર ઈનિંગ રમી છે જે આવનારા લાંબા સમય સુધી તમાને યાદ રહેવાની છે. પોલાર્ડે માત્ર 19 બોલમાં 52 રનની મેચ વિનિંગ ઇનિંગ રમતો જોવા મળી છે. તેણે 7 સિક્સર ફટકારી હતી. તેણે એટલી શાનદાર ઈનિંગ રમી હતી કે જેના કારણે ટીમ 4 વિકેટે મેચ જીતી શકી હતી. પોલાર્ડે આ મેચમાં 273.68ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: કોણ છે મયંક રાવત, જેણે છેલ્લી ઓવરમાં 5 સિક્સ ફટકારી!

કેવી રહી મેચ?
ટ્રિનબેગો નાઈટ રાઈડર્સના કેપ્ટન કિરોન પોલાર્ડે ટોસ જીત્યો હતો. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં આવેલી સેન્ટ લુસિયા કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ તરફથી કિરોન પોલાર્ડ સિવાય શક્રે પેરિસે 33 બોલમાં 57 રન બનાવવામાં સફળ રહ્યો હતો.